Get The App

જુનિયર ખેલાડીની આગેવાનીમાં રમશે T20 ટીમનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, રોહિતનો ઇશારો સમજી ગયો

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
suryakumar yadav


Suryakumar Yadav: ભારતનો શ્રીલંકા પ્રવાસ પૂરો થઈ ગયો છે. એકતરફ જ્યાં ટી-20માં ભારતે યજમાનનો વ્હાઇટ વોશ કરી દીધો હતો ત્યાં વનડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. 27 વર્ષ પછી ભારત શ્રીલંકામાં વન-ડે શ્રેણીમાં હાર્યું હતું. આ વન-ડે શ્રેણી દરમિયાન કૅપ્ટન રોહિત શર્માએ ભારતીય ક્રિકેટર્સને ઘરેલું ક્રિકેટ રમવા પર ભાર આપ્યો હતો. હવે ઘણા ક્રિકેટરે આ તરફ પગલાં લેવાના શરુ કરી દીધા છે.

ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે આ વર્ષે આગામી બુચી બાબુ મલ્ટી-ડે ટુર્નામેન્ટમાં મુંબઈ માટે મેચ રમવાની પુષ્ટિ કરી છે. સૂર્યકુમાર 27થી 30 ઑગસ્ટ સુધી કોઈમ્બતુરમાં તામિલનાડુ ક્રિકેટ ઍસોસિએશન XI વિરુદ્ધ મુંબઈ CA XI માટે બીજી મેચ રમશે.

મુંબઈ ક્રિકેટ ઍસોસિએશનના એક અધિકારીએ બુધવારે કહ્યું હતું કે, “સૂર્યકુમાર મુંબઈ માટે બીજી મેચ રમશે. તે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમવા માંગે છે અને જ્યારે પણ તે ફ્રી હોય ત્યારે મુંબઈ માટે ઉપલબ્ધ રહે છે. રણજી ટ્રોફી ઉપરાંત તે બુચી બાબુ, KSCA(ગોલ્ડ કપ)માં રમશે. જેનાથી ટીમના ઘણા યુવાનોને પ્રેરણા મળશે.

ટેસ્ટ ક્રિકેટના સ્પેશિયાલિસ્ટ સરફરાઝ ખાનને મુંબઈ ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. માટે સૂર્યકુમાર યાદવ તેની કૅપ્ટન્સીમાં રમતો જોવા મળે તેવી શક્યતા છે. સૂર્યા ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવા માંગે છે અને ભારતીય ખેલાડીઓ હવે ખાસ્સા સમય સુધી બ્રેક પર રહેશે કારણ કે તેમને સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે આગામી બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે.


Google NewsGoogle News