શ્રીલંકા સામેની મેચ પહેલાં જ સૂર્યકુમારનો VIDEO વાયરલ થતાં પોલ ખુલી... પ્લાન થઈ ગયો લીક
Image: Twitter |
Suryakumar Yadav- Axar Patel Video: ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી શરૂ થનારી ટી20 સીરિઝમાં ભારતીય ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. નવા હેડ કોચ ગૌતમ ગંભીરની દેખરેખ હેઠળ ટીમ ઈન્ડિયા શ્રીલંકા પહોંચી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવનો એક વીડિયો વાયરલ થતાં તેની મેચની રણનીતિની લીક થઈ ગઈ છે. ભારતીય ખેલાડીઓ દ્વારા 23 જુલાઈના નેટ પ્રેક્ટિસ દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવથી અજાણ્યા ભૂલ થઈ ગઈ હતી. તે અક્ષર પટેલ સાથે જોડાયેલા પ્લાન જાહેરમાં કહી દેતાં નજરે ચડ્યો છે. જેનો વીડિયો બ્રોડકાસ્ટરે કેમેરામાં કેદ કરી લીધો હતો.
અક્ષર પાવરપ્લેમાં બોલિંગ કરશે
આ સીરિઝના બ્રોડકાસ્ટર સોની સ્પોર્ટ્સે આ વીડિયો શેર કર્યો હતો, જેમાં અક્ષર અંગે કઈ રીતની યોજના ઘડાઈ રહી છે. જેનું પ્લાનિંગ કરતાં સૂર્યા અને મોહમ્મદ સિરાજ જોવા મળ્યા હતા. તેમની પાછળ અક્ષર પણ આવી રહ્યો હતો. સૂર્યકુમાર કહે છે, આરામથી, આરામથી. ત્રીજી-ચોથી ઓવરમાં તુ જ દેખાવાનો છે. અર્થાત કેપ્ટન સૂર્યાના નિવેદન પરથી નિશ્ચિત છે કે, ભારતીય ટીમ અક્ષર પાસે પાવરપ્લેમાં બોલિંગ કરાવશે. ત્રીજી અને ચોથી ઓવરમાં તે આક્રમક અંદાજમાં બોલિંગ કરશે. શ્રીલંકામાં સ્પિનર્સ માટે અનુકૂળ પીચની સ્થિતિના કારણે આમ થઈ શકે છે.
શ્રીલંકા સામેની મેચમાં સ્પિનરની જવાબદારી પટેલની
ઉલ્લેખનીય છે, અક્ષરે ટી20 વર્લ્ડ કપ 2024 દરમિયાન અનેક વખત પાવરપ્લેમાં બોલિંગની કમાન સંભાળી હતી. આઠ મેચમાં નવ વિકેટ ઝડપી હતી. શ્રીલંકા વિરૂદ્ધ સીરિઝ દરમિયાન અક્ષર ભારતના મુખ્ય સ્પિનર રહેશે. રવિન્દ્ર જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી છે. જેથી હવે અક્ષર સ્પિનરની જવાબદારી સંભાળશે. અક્ષરનો સાથ આપવા માટે શ્રીલંકા ટૂરમાં ભારત પાસે રવિ બિશ્નોઈ, અને વોશિંગ્ટન સુંદર પણ હશે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરિઝ 27 જુલાઈથી 30 જુલાઈ સુધી યોજાશે. પલ્લેકેલ મેદાનમાં આ તમામ મેચ રમાશે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનનો નવો પેંતરો, PCBએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાના આવવાની ચિંતા છોડી! શું છે મામલો
શ્રીલંકાની 16 સભ્યોની ટી20 ટીમઃ ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસંકા, કુસલ પરેરા, અવિષ્કા ફર્નાડો, કુસલ મેંડિસ, દિનેશ ચાંડીમલ, કામિંદુ મેંડિસ, દાસુન શનાકા, વાનિંદુ હસારંગા, ડુનિથ વેલાલગે, મહીશ તીષ્ણા, ચામિંદુ વિક્રમસિંઘે, મથીશા પથિરાના, નુવાન તુષારા, દુષ્મંથા ચમીરા, બિનુરા ફર્નાડો.
ભારતની ટી20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકૂ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (વિકેટ કીપર), સંજૂ સેમસન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહમદ અને મોહમ્મદ સિરાજ.
ભારતની વનડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટ કીપર), ઋષભ પંત (વિકેટ કીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહમદ અને હર્ષિદ રાણા.
ભારત-શ્રીલંકા સીરિઝ 2024નું શેડ્યુલ
27 જુલાઈ- પ્રથમ ટી20, પલ્લેકેલ
28 જુલાઈ- બીજી ટી20, પલ્લેકેલ
30 જુલાઈ- ત્રીજી ટી20, પલ્લેકેલ
2 ઓગસ્ટ- પ્રથમ વનડે, કોલંબો
4 ઓગસ્ટ- બીજી વનડે, કોલંબો
7 ઓગસ્ટ- ત્રીજી વનડે, કોલંબો