Get The App

સૂર્યકુમાર યાદવ T20 ક્રિકેટમાં બે હજાર રન બનાવનાર ચોથો ભારતીય બનશે, આ માઇલસ્ટોનથી માત્ર આટલા રન દૂર

ભારતે ઓસ્ટ્રેલિયાને સતત 2 મેચમાં હરાવીને સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે

સૂર્યકુમાર યાદવ 863 પોઈન્ટ્સ સાથે ICC T20ઈ રેન્કિંગમાં ટોપ પર છે

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
સૂર્યકુમાર યાદવ T20 ક્રિકેટમાં બે હજાર રન બનાવનાર ચોથો ભારતીય બનશે, આ માઇલસ્ટોનથી માત્ર આટલા રન દૂર 1 - image
Image:Twitter

IND vs AUS 3rd T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની T20I સિરીઝની ત્રીજી મેચ આજે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાનાર છે. આજની મેચ સૂર્યકુમાર યાદવ માટે ખુબ ખાસ રહેશે. તે આજની મેચ જીતીને ભારતીય ટીમને પ્રથમ સિરીઝ જીતીને ગિફ્ટ આપી શકે છે. આ ઉપરાંત તે T20Iમાં એક ખાસ ઉપલબ્ધિ પણ મેળવી શકે છે. તે આજની મેચમાં 60 રન બનાવીને T20 ફોર્મેટમાં પોતાના 2000 રન પૂરા કરી શકે છે.

આવું કરનાર ચોથો ભારતીય ખેલાડી બનશે સૂર્યા

સૂર્યકુમાર યાદવ T20I ક્રિકેટમાં પોતાના 2000 રન પૂરા કરવાથી માત્ર 60 રન જ દૂર છે. જો આજે તે 2000 રન(Suryakumar Yadav To Become 4th Indian To Reach 2,000 T20I Runs)નો આંકડો સ્પર્શી લેશે તો તે આવું કરનાર ચોથો ભારતીય બેટ્સમેન બની જશે. સૂર્યા પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા અને કે.એલ રાહુલે આ આંકડો પાર કર્યો છે. ભારત માટે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન વિરાટ કોહલીએ બનાવ્યા છે. વિરાટે અત્યાર સુધી 4008 રન બનાવ્યા છે. તે પછી રોહિત શર્મા 3853 રન સાથે બીજા નંબર પર છે અને 2265 રન સાથે કે.એલ રાહુલ ત્રીજા નંબરે છે.

સૂર્યા ICC રેન્કિંગમાં ટોપ પર 

ICC T20I રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ ઘણાં સમયથી ટોપ પર છે. સૂર્યા પાસે 863 પોઈન્ટ્સ છે. જયારે બીજા નંબર પર પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનું નામ છે. તેના ખાતામાં 787પોઈન્ટ્સ છે. સૂર્યકુમાર યાદવે ભારત માટે વર્ષ 2021માં T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યો હતો. તેણે અત્યાર સુધીમાં 55 T20I મેચ રમી છે. જેમાં તેણે 46.19ની બેટિંગ એવરેજ અને 173.52ની સ્ટ્રાઈક રેટથી 1940 રન બનાવ્યા છે. તેણે T20I ક્રિકેટમાં ત્રણ સદી પણ ફટકારી છે. સૂર્યાએ આ બધું માત્ર બે વર્ષમાં કર્યું છે.

સૂર્યકુમાર યાદવ T20 ક્રિકેટમાં બે હજાર રન બનાવનાર ચોથો ભારતીય બનશે, આ માઇલસ્ટોનથી માત્ર આટલા રન દૂર 2 - image


Google NewsGoogle News