VIDEO : શ્રીલંકા સામેની મેચ પહેલા હળવામૂડમાં જોવા મળ્યો સૂર્યા, મરીન ડ્રાઈવ પર લોકો સાથે કરી વાતચીત

ભારતે આ World Cupમાં સતત 6 મેચ જીતી છે

પોઈન્ટ્સ ટેબલ પર ભારત પ્રથમ સ્થાને છે

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
VIDEO : શ્રીલંકા સામેની મેચ પહેલા હળવામૂડમાં જોવા મળ્યો સૂર્યા, મરીન ડ્રાઈવ પર લોકો સાથે કરી વાતચીત 1 - image
Image:File Photo

World Cup 2023 : ભારતીય ક્રિકેટ ફેન્સનો ODI World Cup 2023 પ્રત્યે ઉત્સાહ વધી રહ્યો છે. ભારતે સતત 6 મેચમાં જીત મેળવી છે અને હવે તે સેમિફાઈનલમાં પહોંચાવા અને World Cup ટ્રોફી જીતવાનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. ભારતની આગામી મેચ ગઈકાલે શ્રીલંકા સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર છે. ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈ પહોંચી ચુકી છે. આ દરમિયાન ભારતીય ટીમના મિસ્ટર 360 એટલે કે સૂર્યકુમાર યાદવ પોતા(Suryakumar Yadav Talks With Fans After Hiding Identity)ની ઓળખ છુપાવીને લોકોની વચ્ચે પહોંચ્યો અને ટીમ ઈન્ડિયા વિશે વાત કરી હતી. BCCIએ આનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે.

સૂર્યકુમાર યાદવને રવિન્દ્ર જાડેજા પણ ઓળખી ન શક્યો

BCCI દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં સૂર્યા માસ્ક અને ચશ્મા પહેરીને પોતાની રૂમમાંથી બહાર નીકળી તે રવિન્દ્ર જાડેજા પાસે ગયો હતો અને રવિન્દ્ર જાડેજા પણ તેને ઓળખી ન શક્યો હતો. ત્યારબાદ સૂર્યા તેને જણાવે છે કે તે મરીન ડ્રાઈવ જઈ રહ્યો છે. ત્યાર પછી સૂર્યા લોકો વચ્ચે જઈને તેમનાથી ક્રિકેટ વિશે વાતો કરે છે.

ફેન્સે આપ્યા મજેદાર જવાબો

સૂર્યકુમાર યાદવ લોકોથી ભારતીય ટીમના ખેલાડીઓ વિશે પૂછે છે જેના જવાબમાં લોકો ઘણાં જુદા જુદા જવાબ આપ્યા હતા. એક વ્યક્તિએ સૂર્યાના પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું કે, 'સૂર્યકુમારની તો બેટિંગ જ નથી આવતી, શરૂઆતના જ 3-4 ખેલાડીઓ રન બનાવી દે છે.' સૂર્યા ફેન્સનો આ જવાબ સંભાળીને પોતાની હસી રોકીને ત્યાંથી નીકળી જાય છે. વીડિયોમાં આગળ સૂર્યા તેના એક ફેનથી મળે છે. આ ફેન સૂર્યાના ખુબ વખાણ કરે છે, સૂર્યકુમાર યાદવને મિસ્ટર 360 કેમ કહેવામાં આવે છે તેનું કારણ પણ જણાવે છે. જેને સંભાળીને સૂર્યા ખુબ ખુશ થઇ જાય છે અને માસ્ક,ટોપી અને ચશ્મા હટાવીને તેની સાથે ફોટો ક્લિક કરે છે ત્યારબાદ તે પાછો આવી જાય છે.

VIDEO : શ્રીલંકા સામેની મેચ પહેલા હળવામૂડમાં જોવા મળ્યો સૂર્યા, મરીન ડ્રાઈવ પર લોકો સાથે કરી વાતચીત 2 - image


Google NewsGoogle News