Get The App

VIDEO : ઈજાગ્રસ્ત હોવા છતાં સૂર્યાની મસ્તી ઓછી નથી થઇ, સોશિયલ મીડિયા પર શેર કર્યો મજેદાર વીડિયો

સૂર્યકુમાર યાદવ ICC T20 રેન્કિંગમાં ટોપ પર છે

તેણે હાલમાં જ T20Iમાં 2,000 રન પૂરા કર્યા છે

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
VIDEO : ઈજાગ્રસ્ત હોવા છતાં સૂર્યાની મસ્તી ઓછી નથી થઇ, સોશિયલ મીડિયા પર શેર કર્યો મજેદાર વીડિયો 1 - image
Image:File Photo

Suryakumar Yadav Shared Funny Video : ભારતીય ટીમનો દિગ્ગજ બેટ્સમેન અને T20 કિંગ સૂર્યકુમાર યાદવ હાલમાં ઈજાગ્રસ્ત છે. સાઉથ આફ્રિકા સામેની T20I સિરીઝની ત્રીજી મેચ દરમિયાન તેનો પગ વળી ગયો હતો. આ પછી તેને ગ્રેડ 2 લિગામેન્ટમાં ઈજા થઈ હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે તે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ફિટ થઈ જશે. ઈજાગ્રસ્ત હોવા છતાં સૂર્યકુમાર યાદવની મસ્તી ઓછી થઈ નથી. તેણે તેના સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે તેમાં બેકગ્રાઉન્ડમાં બોલિવૂડ કોમેડી ફિલ્મ વેલકમનો એક ડાયલોગ છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

પત્ની દેવિશા શેટ્ટીએ વીડિયો પર ઈમોજી શેર કરી આપી પ્રતિક્રિયા

સૂર્યકુમાર યાદવે વીડિયો શેર કરતા તેના કેપ્શનમાં લખ્યું, 'ઇજાઓ ક્યારેય મજેદાર હોતી નથી, પરંતુ હું તેને ગંભીરતાથી લઈશ અને ટૂંક સમયમાં સંપૂર્ણ ફિટ થવાનું વચન આપું છું! ત્યાં સુધી હું આશા રાખું છું કે તમે બધા આ તહેવારોની મોસમનો આનંદ માણતા હશો અને દરરોજ નાની-નાની ખુશીઓ મેળવશો.' તેના આ વીડિયો પર તેના ચાહકો સૂર્યાના જલ્દી ફિટ થવાની કામના કરી રહ્યા છે. જયારે તેની પત્ની દેવિશા શેટ્ટીએ પણ આના પર એક ઇમોજી શેર કરીને પ્રતિક્રિયા આપી હતી.

T20 World Cupમાં ભારતીય ટીમની સૌથી મોટી તાકાત બની શકે છે સૂર્યા

સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે અફઘાનિસ્તાન સામે રમાનાર T20I સિરીઝમાં ભાગ લઇ શકશે નહીં. તે માર્ચના અંતમાં શરૂ થનારી IPL 2024માં રમતા જોવા મળશે. આ ઉપરાંત T20 World Cup 2024નું આયોજન જૂનમાં થવાનું છે. આવી સ્થિતિમાં ચાહકો પ્રાર્થના કરતા હશે કે ભારતીય ટીમનો સૌથી મોટો સ્ટાર આ ફોર્મેટ માટે જલદીથી સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય. સૂર્યા છેલ્લા દોઢ વર્ષથી સતત નંબર 1 પર કબજો જમાવી રહ્યો છે. તેણે હાલમાં જ T20Iમાં 2000 રન પણ પૂરા કર્યા હતા. તે T20 World Cupમાં ભારતીય ટીમની સૌથી મોટી તાકાત બની શકે છે.

VIDEO : ઈજાગ્રસ્ત હોવા છતાં સૂર્યાની મસ્તી ઓછી નથી થઇ, સોશિયલ મીડિયા પર શેર કર્યો મજેદાર વીડિયો 2 - image


Google NewsGoogle News