IND vs SA : સૂર્યકુમારે કરી કોહલીની બરાબરી, T20માં સૌથી ઝડપી 2 હજાર રન કરનાર બીજો ભારતીય બન્યો

સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકા સામે તેની 17મી ફિફ્ટી ફટકારી હતી

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
IND vs SA : સૂર્યકુમારે કરી કોહલીની બરાબરી, T20માં સૌથી ઝડપી 2 હજાર રન કરનાર બીજો ભારતીય બન્યો 1 - image
Image:File Photo

Suryakumar Yadav Record : ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં તે 3 મેચની T20I સિરીઝ, 3 મેચની ODI સિરીઝ અને 2 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ યુવા ભારતીય ટીમ હાલ 3 મેચોની T20I સિરીઝ રમી રહી છે. વરસાદના કારણે પ્રથમ T20I મેચ ધોવાઇ ગઈ હતી, જયારે બીજી T20I મેચ પોર્ટ એલિઝાબેથમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવ ભારત તરફ(Suryakumar became the second Indian to score the fastest 2000 runs in T20)થી T20Iમાં સૌથી ઝડપી 2,000 રન પૂરા કરનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત તે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે.

બાબર આઝમ આ લીસ્ટમાં ટોપ પર

સૂર્યા પહેલા વિરાટ કોહલીએ T20માં ભારત માટે સૌથી ઝડપી 2000 રન પૂરા કર્યા હતા. જ્યારે T20Iમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર બેટ્સમેનની લીસ્ટમાં પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન બાબર આઝમ ટોપ પર છે. બાબરે T20Iમાં 52 ઇનિંગ્સમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કર્યા હતા. ત્યારબાદ આ લીસ્ટમાં પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પણ સંયુક્ત રીતે પ્રથમ સ્થાન પર છે, જેણે T20Iમાં 2000 રન પૂરા કરવા માટે 52 ઇનિંગ્સ લીધી હતી.

સૂર્યાએ કેએલ રાહુલને પાછળ છોડી દીધો

આ લીસ્ટમાં વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ સંયુક્ત રીતે બીજા અને કે.એલ રાહુલ ત્રીજા નંબરે છે. સૂર્યાએ કેએલ રાહુલને પાછળ છોડી દીધો છે. સૂર્યાએ 56 ઇનિંગ્સમાં 2000 T20I રન પૂરા કર્યા છે, જ્યારે કે.એલ રાહુલે 58 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ T20Iમાં 56 ઇનિંગ્સ રમીને 2000 રન પૂરા કર્યા હતા.

T20Iમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર બેટ્સમેન

52 ઇનિંગ્સ – બાબર આઝમ

52 ઇનિંગ્સ - મોહમ્મદ રિઝવાન

56 ઇનિંગ્સ - વિરાટ કોહલી

56 ઇનિંગ્સ - સૂર્યકુમાર યાદવ*

58 ઇનિંગ્સ - કે.એલ રાહુલ

T20Iમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

4008 રન - વિરાટ કોહલી (107 ઇનિંગ્સ)

3853 રન - રોહિત શર્મા (140 ઇનિંગ્સ)

2256 રન - કે.એલ રાહુલ (68 ઇનિંગ્સ)

2000* રન - સૂર્યકુમાર યાદવ (56 ઇનિંગ્સ)

IND vs SA : સૂર્યકુમારે કરી કોહલીની બરાબરી, T20માં સૌથી ઝડપી 2 હજાર રન કરનાર બીજો ભારતીય બન્યો 2 - image


Google NewsGoogle News