'કદાચ તે ભગવાનની..', T20 ફાઈનલના શાનદાર કેચ અંગે સૂર્યકુમાર યાદવે આપી પ્રતિક્રિયા

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
'કદાચ તે ભગવાનની..', T20 ફાઈનલના શાનદાર કેચ અંગે સૂર્યકુમાર યાદવે આપી પ્રતિક્રિયા 1 - image


Image Source: Twitter

T20 World Cup 2024: T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને સાત રનોથી હરાવી દીધું હતું. આ ઐતિહાસિક જીતમાં સૂર્યકુમાર યાદવનો મોટો ફાળો રહ્યો હતો. છેલ્લી ઓવરમાં તેણે એક શાનદાર કેચ કર્યો, જેના કારણે ટીમ ઇન્ડિયા બીજી વાર ટી20 વર્લ્ડ ચેમ્પિયન બની. ફાઈનલ મેચની છેલ્લી ઓવરમાં દક્ષિણ આફ્રિકાની ટીમને જીતવા માટે 16 રનની જરૂર હતી અને આવી સ્થિતિમાં ભારતીય ટીમ તરફથી બોલિંગ કરવા આવેલા હાર્દિક પંડ્યાએ પ્રથમ બોલને ફૂલ ટોસ નાખ્યો જેના પર ડેવિડ મિલર લોંગ ઓફ તરફ સીધો રમ્યો હતો ત્યારે ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા સૂર્યાએ દોડીને પહેલા તો બોલને હવામાં જ બાઉન્ડ્રીની બહાર ફેંકી દીધો અને પછી કેચ પૂરો કર્યો હતો. હવે સૂર્યાએ પણ આ કેચ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં તેણે તેને ભગવાનની યોજના જણાવી છે.

હું પોતાને આભારી માનુ છું

સૂર્યકુમાર યાદવે ડેવિડ મિલરના રિલે કેચને લઈને કહ્યું છે કે, ‘તે ક્ષણે હું દેશ માટે કંઈ વિશેષ કરી શક્યો એ બદલ આભારી છું. તે ભગવાનની યોજના હતી.’ તમને જણાવી દઈએ કે સૂર્યાના આ કેચને જોયા બાદ તમામ ચાહકોને વર્ષ 1983માં આયોજિત ODI વર્લ્ડ કપ ફાઈનલમાં કપિલ દેવનો કેચ યાદ આવી ગયો હતો જ્યારે તેણે પાછળની તરફ દોડતા વિવિયન રિચર્ડ્સનો કેચ પકડ્યો હતો અને ત્યાંથી ટીમ ઈન્ડિયાએ પ્રેસર બનાવતા પ્રથમ વખત વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી હતી. 

T20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન

આ T20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 8 મેચમાં 28.43ની એવરેજથી કુલ 199 રન બનાવ્યા, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 135.37 હતો. આ દરમિયાન તેણે બે અડધી સદી પણ ફટકારી હતી. સૂર્યાએ આ વર્લ્ડ કપમાં કુલ 10 ચોગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. તમને જણાવી દઈએ કે બાર્બાડોસમાં ખરાબ હવામાનને કારણે ટીમ ઈન્ડિયા હજુ સુધી ભારત માટેરવાના નથી થઈ શકી.


Google NewsGoogle News