Get The App

બાંગ્લાદેશ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ મોટી ટુર્નામેન્ટથી બહાર થયો સૂર્યકુમાર યાદવ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ મોટી ટુર્નામેન્ટથી બહાર થયો સૂર્યકુમાર યાદવ 1 - image

Suryakumar Yadav: ભારતીય ક્રિકેટ ટીમના T20 ફોર્મેટનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ દુલીપ ટ્રોફી 2024-2025ના પહેલા તબક્કામાંથી બહાર થઈ ગયો  છે. ગયા અઠવાડિયે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં મુંબઈ તરફથી રમતી વખતે તેને હાથમાં ઈજા થઈ હતી. હાલમાં તેને આરામની સલાહ આપવામાં આવી છે. આગળની ફિટનેસ પ્રક્રિયામાંથી પસાર થવા માટે તે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હાજર છે.

ગયા અઠવાડિયે સૂર્યકુમાર ટીએનસીએ ઈલેવન માટે બીજી ઇનિંગમાં બેટિંગ કરી શક્યો ન હતો. મેચના ત્રીજા દિવસે તેને હાથમાં ઈજા થઈ હતી ત્યારબાદ તે મેદાનમાં ફિલ્ડિંગ કરવા પણ આવ્યો ન હતો. તે પછી મુંબઈ ટીમના મેનેજમેન્ટે સ્વીકાર્યું હતું કે સૂર્યકુમારને ગંભીર ઈજા ન થાય તે માટે તેને ફિલ્ડિંગ અને બેટિંગ માટે મોકલવામાં નથી આવી રહ્યો.

સૂર્યકુમાર યાદવે હાલમાં જ ટેસ્ટ ટીમ ક્રિકેટમાં પાછા ફરવાની આશા વ્યક્ત કરી હતી. છેલ્લા એક વર્ષથી તેણે કોઈ ફર્સ્ટ ક્લાસ મેચ રમી નથી. ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરવાના ઈરાદાથી જ તેણે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો. સૂર્યકુમારને આ ઈજા એવા સમયે થઈ છે જ્યારે ભારતીય ટીમ આગામી 5 મહિનામાં 10 ટેસ્ટ મેચ રમવાની છે. આ તમામ મેચ મહત્વની છે કારણ કે તેમાં જીત મેળવીને ભારતીય ટીમ આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.  

આ પણ વાંચો: રોહિત શર્માને કેપ્ટન નહીં બનાવે મુંબઈ ઈન્ડિયન્સ, IPL 2025 પહેલા કેમ અટકળો થઈ તેજ?

સૂર્યકુમાર સિવાય ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક પણ બીમારીના કારણે દુલીપ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે. રવિન્દ્ર જાડેજા પણ આ ટુર્નામેન્ટનો ભાગ નહીં હોય, તેને લઈને BCCIએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. સિરાજ અને મલિકની જગ્યાએ નવદીપ સૈની અને ગૌરવ યાદવ રમતા જોવા મળશે.

બાંગ્લાદેશ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ મોટી ટુર્નામેન્ટથી બહાર થયો સૂર્યકુમાર યાદવ 2 - image


Google NewsGoogle News