Get The App

જે કહ્યું એ કરી બતાવ્યું! સૂર્યા પાસે પ્રમોશન માગી મેદાને ઉતર્યો અને ફટકારી સેન્ચુરી, બધા ચોંક્યા

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
Tilak Varma


Tilak Varma: સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં 22 વર્ષીય યુવા ભારતીય બેટર તિલક વર્માએ તિલક વર્માએ સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી T20 મેચમાં ધૂમ મચાવી હતી. આ સાથે જ તેણે યુવા ભારતીય બેટર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવને આપેલું વચન પૂરું કરતા સદી ફટકારી હતી.

T20Iમાં સેન્ચુરી ફટકારીને બન્યો ભારતનો બીજો સૌથી યુવા બેટર

ધુંઆધાર બેટિંગ કરીને તિલકે દક્ષિણ આફ્રિકાના એકપણ બોલરને છોડ્યો ન હતો. તેમજ આ મેચમાં તિલકે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સેન્ચુરી ફટકારી હતી. આ સાથે જ તિલક આ ફોર્મેટમાં સેન્ચુરી ફટકારનાર ભારતનો બીજો સૌથી યુવા બેટર પણ બની ગયો છે. 

તિલકે મેચમાં સારી શરૂઆત કરી, પણ તેને લાંબી ઇનિંગ ન રમી શક્યો

પ્રથમ બે T20 મેચમાં તિલક વર્માને ચોથા નંબર પર બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. તેણે બંને મેચમાં સારી શરૂઆત કરી હતી, પરંતુ તે મજબૂત શરૂઆતને લાંબી ઇનિંગ્સમાં બદલી શક્યો ન હતો. આથી ગ્કેબહરામાં યોજાયેલી બીજી T20 બાદ તિલક કેપ્ટન સૂર્યકુમાર યાદવના રૂમમાં પહોંચ્યો અને સેન્ચુરિયનમાં યોજાનારી ત્રીજી મેચ માટે તિલકે કેપ્ટન સૂર્યાને બેટિંગ ક્રમમાં પ્રમોશન માટે કહ્યું હતું.

તિલકે પોતાનું વચન નિભાવ્યું 

તિલકે કહ્યું કે જો મને ત્રીજા નંબર પર તક મળશે તો હું જોરદાર પ્રદર્શન કરી બતાવીશ. આથી સૂર્યાએ પોતાની બેટિંગ પોઝિશનનું બલિદાન આપ્યું અને તિલકને પ્રોત્સાહન આપ્યું અને 22 વર્ષીય યુવા બેટર તેના કેપ્ટનના વિશ્વાસ પર ખરો ઉતાર્યો. આ વાતનો ખુલાસો ખુદ કેપ્ટન સૂર્યકુમારે મેચ બાદ કર્યો હતો. કેપ્ટન સૂર્યાએ કહ્યું, 'તિલક ગકેબહરામાં મારા રૂમમાં આવ્યો અને કહ્યું કે મને ત્રીજા નંબર પર તક આપો, હું સારું પ્રદર્શન કરીશ. મેં કહ્યું ઓકે જાઓ અને ખુદને એકપ્રેસ કરો. તિલકે જે કહ્યું તે કરી બતાવ્યું.'

આ પણ વાંચો: T20I ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો અર્શદીપે, બુમરાહ-ભુવનેશ્વરને પછાડી બન્યો સૌથી સફળ ઝડપી બોલર

તિલકે જોરદાર શોટ ફટકાર્યા 

તિલક વર્માએ પોતાની તોફાની બેટિંગથી સેન્ચુરિયન ગ્રાઉન્ડ પર ધૂમ માછાવી હતી. સંજુ સેમસન ઝીરો રને પેવેલિયન પરત ફર્યા બાદ તિલક પહેલી જ ઓવરમાં મેદાનમાં પ્રવેશ્યો હતો. ક્રિઝ પર આવતાની સાથે જ તિલકે કેટલાક જોરદાર શોટ ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. તિલકે ડાબા હાથના બેટ્સમેનો માટે શોર્ટ લેગ-સાઇડ બાઉન્ડ્રીનો પૂરો ફાયદો ઉઠાવ્યો. તિલકે 56 બોલમાં 8 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 107 રનની અણનમ ઇનિંગ રમી હતી. તિલકની વિસ્ફોટક ઇનિંગ્સના કારણે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ સ્કોર બોર્ડ પર 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવવામાં સફળ રહી હતી.

જે કહ્યું એ કરી બતાવ્યું! સૂર્યા પાસે પ્રમોશન માગી મેદાને ઉતર્યો અને ફટકારી સેન્ચુરી, બધા ચોંક્યા 2 - image


Google NewsGoogle News