VIDEO : સર્જરી બાદ પહેલીવાર સ્ટાર ખેલાડીએ બેટ પકડ્યું, IPLમાં રમવાના આપ્યા સંકેત
સાઉથ આફ્રિકા સામે રમાયેલી T20I સીરિઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો
Image:Social Media |
Suryakumar Yadav : ભારતીય ટીમના વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ચર્ચામાં છે. સૂર્યા ઘૂંટીની સર્જરીને કારણે લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે, પરંતુ સફળ સર્જરી બાદ તે રિકવર થઈ રહ્યો છે. તે જીમમાં સખત મહેનત કરી રહ્યો છે. આ દરમિયાન સૂર્યાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી હતી. જેમાં તે સર્જરી પછી પ્રથમ વખત બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. તેણે સ્ટોરીમાં નેટ પ્રેક્ટિસનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઇને ફેન્સને આશા છે કે તે IPL 2024માં એકશનમાં જોવા મળી શકે છે.
મેચ દરમિયાન થઇ હતી ઈજા
સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થયો હતો. આ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે શાનદાર સદી ફટકારી હતી. ત્યાર પછી બીજી ઇનિંગ દરમિયાન ફિલ્ડીંગ કરતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. મેદાન પર તેણે દુખાવાથી પીડાતા જોઇને ફિઝિઓની ટીમ તરત જ મેદાનમાં પહોંચી હતી.
સર્જરી માટે જર્મની ગયો હતો સૂર્યા
મેચ બાદ સૂર્યાએ કહ્યું કે, “હું ઠીક છું અને ઈજા ગંભીર નથી.” પરંતુ જ્યારે તે ભારત પરત ફર્યો ત્યારે તેના પગની ઘૂંટીનું સ્કેન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રેડ-2 ટીયર હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી તે સ્પષ્ટ થઈ ગયું કે તે હવે રમવા માટે ઉપલબ્ધ નથી. ત્યારબાદ પગની સર્જરી પછી તે સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી માટે જર્મની ગયો હતો. આ દરમિયાન IPL 2024 પહેલા સૂર્યકુમાર યાદવે તેના સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરી દર્શાવ્યું છે કે તે રિકવર થઈ રહ્યો છે અને તે IPL 2024માં રમતા જોવા મળશે.