Get The App

સૂર્યકુમાર યાદવ પાસે બાબર આઝમ-વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની તક, ઈતિહાસ રચવા આટલા રનની જરુર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20Iની પ્રથમ મેચ આવતીકાલે વિશાખાપટ્ટનમમાં રમાનાર છે

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
સૂર્યકુમાર યાદવ પાસે બાબર આઝમ-વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની તક, ઈતિહાસ રચવા આટલા રનની જરુર 1 - image
Image:File Photo

IND vs AUS T20I Series : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી 5 મેચની T20I સિરીઝ શરુ થવાની છે. આ સિરીઝ માટે ભારતીય ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા સામે આગામી T20I સિરીઝમાં સાથે T20I World Cup 2024ની તૈયારી પણ શરુ કરશે. આ T20I સિરીઝ દરમિયાન સૂર્યા પાસે બાબર આઝમ(Suryakumar Yadav Could Break Babar Azam And Virat Kohli's Record In T20I)ના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરવાનો મોકો હશે.

આટલા રન બનાવી સૂર્યા કરશે બાબરની બરોબરી

સૂર્યાએ T20Iની 50 ઇનિંગમાં 1841 રન બનાવ્યા છે. જો તે આ T20 સિરીઝ દરમિયાન પ્રથમ 2 મેચમાં 159 રન બનાવવામાં સફળ થાય છે તો તે બાબર આઝમના એક ખાસ રેકોર્ડની બરોબરી કરી લેશે. બાબર આઝમના નામે T20Iમાં સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ છે. તેણે 52 ઇનિંગમાં 2000 રન પૂરા કર્યા છે. જો સૂર્યાએ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ 2 મેચમાં 159 રન બનાવી લીધા તો તે બાબર આઝમના આ રેકોર્ડની બરોબરી લેશે.

સૂર્યા પાસે વિરાટનો રેકોર્ડ તોડવાનો મોકો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ T20Iની 56 ઇનિંગમાં 2000 રન પૂરા કર્યા હતા. આવી સ્થિતિમાં આ સિરીઝ દરમિયાન સૂર્યા પાસે વિરાટ કોહલીના આ રેકોર્ડને તોડવાની તક હશે. ભારત ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ T20I મેચ આવતીકાલે વિશાખાપટ્ટનમમાં રમશે. આ મેચ સાંજે 7:00 વાગ્યે શરુ થશે.

સૂર્યકુમાર યાદવ પાસે બાબર આઝમ-વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની તક, ઈતિહાસ રચવા આટલા રનની જરુર 2 - image


Google NewsGoogle News