Get The App

IPL 2024 પહેલા MI પર ભારે સંકટ! સ્ટાર બેટરના ફિટનેસ અપડેટે વધાર્યું ટીમનું ટેન્શન

IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સ પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ સામે રમશે

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
IPL 2024 પહેલા MI પર ભારે સંકટ! સ્ટાર બેટરના ફિટનેસ અપડેટે વધાર્યું ટીમનું ટેન્શન 1 - image
Image:File Photo

Mumbai Indians : IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ 24 માર્ચથી તેના અભિયાનની શરૂઆત કરશે. સિઝનની શરૂઆત પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સની પરેશાનીઓ વધવા લાગી છે. ટીમનો સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ પ્રથમ બે મેચમાંથી બહાર થઇ શકે છે. જેના કારણે ટીમની બેટિંગ નબળી દેખાઈ શકે છે. IPL 2024માં આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની વાપસી સાથે તેને રોહિત શર્માની જગ્યાએ ટીમની કેપ્ટનશિપ પણ મળી ગઈ છે.

MIની પ્રથમ મેચ GT સામે

મુંબઈ ઈન્ડિયન્સનો વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ હાલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. સૂર્યકુમાર યાદવ સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તેની સર્જરી કરવામાં આવી હતી અને હવે તે પોતાને ફિટ કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. જો કે નેશનલ ક્રિકેટ એકેડમીએ હજુ સુધી તેને સંપૂર્ણપણે ફિટ જાહેર કર્યો નથી. જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ મેચ 24 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે રમશે.

પ્રથમ બે મેચ ચૂકી જશે સૂર્યા!

મળેલા અહેવાલો મુજબ સૂર્યકુમાર યાદવ ગુજરાત ટાઇટન્સ સામેની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ બની શકશે નહીં અને બીજી મેચમાં પણ તેના રમવાની શક્યતા ઓછી છે. NCAની સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિકલ ટીમ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની પ્રથમ બે મેચમાં રમવાની પરવાનગી આપશે કે કેમ તે અંગે હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી.

T20 વર્લ્ડકપમાં ભારત માટે મહત્વની ભૂમિકા ભજવશે સૂર્યા

IPL 2024 બાદ T20 વર્લ્ડકપ 2024 જૂનમાં શરૂ થશે. સૂર્યકુમાર યાદવ T20I ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 બેટર છે, તેથી આ વખતે સૂર્યકુમાર T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવશે. T20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ ખતરનાક બેટર સાબિત થાય છે. ઈજાગ્રસ્ત થયા પહેલા પણ સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં હતો. સૂર્યકુમારે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ T20I સીરિઝમાં ખૂબ જ શાનદાર ઇનિંગ્સ રમી હતી. આવી સ્થિતિમાં, હવે ચાહકોને આશા છે કે સૂર્યા IPL 2024માં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખે અને T20 વર્લ્ડકપ 2024 માટે પણ ફિટ રહે.

IPL 2024 પહેલા MI પર ભારે સંકટ! સ્ટાર બેટરના ફિટનેસ અપડેટે વધાર્યું ટીમનું ટેન્શન 2 - image


Google NewsGoogle News