IND vs BAN: ટીમ ઈન્ડિયા તો જીતી જ, કેપ્ટન સૂર્યકુમાર યાદવે બનાવ્યો ખાસ વર્લ્ડ રેકૉર્ડ... બે દિગ્ગજોને પછાડ્યા
Suryakumar Yadav Make Record : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી T20I મેચમાં બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશી ટીમ 127ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. સુર્યાકૂમાર યાદવે 14 બોલ પર 29 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન સૂર્યકુમારે 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ દ્વારા તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
T20Iમાં સૂર્યકુમાર યાદવ ભારત માટે સૌથી વધુ છગ્ગા મારનાર બીજો બેટર બની ગયો છે. અત્યાર સુધીમાં સૂર્યકુમારે T20Iમાં 139 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે જોસ બટલર અને મૈક્સવેલને પાછળ છોડી દીધા છે. ભારત માટે રોહિત શર્મા T20Iમાં 205 છગ્ગા મારીને પહેલા સ્થાન પર છે. બીજા સ્થાન પર માર્ટીન ગુપ્ટિલ છે, જેને 173 છગ્ગા માર્યા હતા. આ સિવાય નિકોલસ પૂરન અત્યાર સુધીમાં T20Iમાં 144 છગ્ગા મારી ચૂક્યો છે.
T20Iમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી
205 - રોહિત શર્મા
173 - માર્ટિન ગુપ્ટિલ
144 - નિકોલસ પૂરન
139 - સૂર્યકુમાર યાદવ
137 - જોસ બટલર
134 - ગ્લેન મેક્સવેલ
આ સિવાય ઓવરઓલ ટીમમાં સૂર્યાકુમાર યાદવ સૌથી વધુ છગ્ગા મારનાર ભારતનો ચોથો બેટર બની ગયો છે. T20Iમાં સૂર્યાકુમાર અત્યાર સુધીમાં 328 છગ્ગા મારી ચૂક્યો છે. તેણે આવું કરીને સુરેશ રૈનાને પાછળ છોડી દીધો હતો. રૈનાએ પોતાની T20I કારકિર્દી દરમિયાન 325 છગ્ગા માર્યા હતા. હવે આ સીરિઝની બીજી મેચ 9 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે.
T20Iમાં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય ખેલાડી
525 - રોહિત શર્મા
416 - વિરાટ કોહલી
338 - એમએસ ધોની
328 - સૂર્યકુમાર યાદવ
325 - સુરેશ રૈના
311 - કેએલ રાહુલ
302 - સંજુ સેમસન