ટીમના બીજા ખેલાડીઓની ફરિયાદ પછી આ ક્રિકેટરે છોડવી પડી હતી કેપ્ટનશિપ, જાણો સમગ્ર મામલો
Suryakumar Yadav Leave The Captaincy Due To The Complaints Of Other Players: આગામી શ્રીલંકા સામેની સીરિઝમાં T20 ફોર્મેટ માટે સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવાયો છે. રોહિત શર્માની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પસંદગીકારોએ T20 ફોર્મેટ માટે નવા કેપ્ટનની પસંદગી કરવાની હતી. જેમાં હાર્દિક પંડ્યા રેસમાં સૌથી આગળ હતો, પરંતુ સૂર્યકુમાર મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પહેલી પસંદગી હતો. હાર્દિક ફિટનેસના મુદે રેસમાંથી ભાર ફેંકાઈ ગયો હતો.
આ પણ વાંચો: BCCIનો ‘મિત્ર’ થઈ ગયો તેનો વિરોધી, ચેમ્પિયન્સ ટ્રોફી માટે અફઘાનિસ્તાન પાકિસ્તાન જવા તૈયાર
મીડિયા રીપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે, ખેલાડીઓ સૂર્યાની કેપ્ટનશીપને પસંદ કરે છે, કારણ કે તેણે નવેમ્બર-ડિસેમ્બરમાં આયોજીત ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝમાં ટીમની કેપ્ટનશીપ કરી હતી, પરંતુ તમને એક વાત જાણીને નવાઈ લાગશે કે એક સમયે સાથી ખેલાડીઓની ફરિયાદને લીધે સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ છોડવી પડી હતી. સૂર્યકુમાર પાસે કેપ્ટન તરીકે એટલો અનુભવ નથી. તેણે 24 T20 મેચમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી 16 મેચમાં ટીમે જીતી મેળવી છે. જેમાં T20I, IPL અને ઘરેલું T20 મેચોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: રોહિત શર્મા તો બેભાન થઈ જશે…: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ખેલાડીએ કેપ્ટનને ટોણો માર્યો
સૂર્યકુમાર યાદવે છોડવી પડી હતી કેપ્ટનશીપ
જયારે સૂર્યકુમાર યાદવને પહેલીવાર વર્ષ 2014માં વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, ત્યારે તેની ટીકા થઈ હતી. તે સમયે ઝહીર ખાન અને રોહિત શર્માની ગેરહાજરીમાં સૂર્યા ટીમનો કેપ્ટન બન્યો હતો. તે ટુર્નામેન્ટમાં ટીમે 6માંથી એક જ મેચ જીતી હતી. 9 ટીમોના પોઈન્ટ ટેબલમાં ટીમ છઠ્ઠા સ્થાને રહી હતી. ટીમને તમિલનાડુ સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સૂર્યાએ કેપ્ટનશીપમાંથી રાજીનામું આપી દીધું હતું. સૂર્યાને કેપ્ટન તરીકે મેદાન પર અને ડ્રેસિંગ રૂમમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા ઠપકો પણ આપવામાં આવ્યો હતો. ત્યારે ખેલાડીઓએ તેની સામે ફરિયાદ કરી હતી. મધ્યપ્રદેશ સામેની રણજી મેચ દરમિયાન તેની અને શાર્દુલ ઠાકુર વચ્ચે જાહેરમાં લડાઈ પણ થઈ હતી, જેના કારણે ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ વધુ ખરાબ થઈ શકે તેમ હતું. ટીમના મેનેજર શ્રીકાંત તિગડીએ કથિત રીતે એમસીએને એક અહેવાલ આપ્યો હતો, જેમાં સૂર્યકુમારના શિસ્ત સંબંધી મુદ્દાઓની વાત કરવામાં આવી હતી. જેના કારણે તેણે કેપ્ટનશીપ પદ પરથી રાજીનામું આપ્યું હતું.