આ રેકૉર્ડ બનાવવામાં કોહલીને 14 વર્ષ લાગ્યા, સૂર્યકુમારે માત્ર ત્રણ જ વર્ષમાં કરી લીધી બરાબરી
Suryakumar Yadav Record: સૂર્યા ભાઉ, ભારતના આ Mr. 360એ વિશ્વ ક્રિકેટના બોલરોમાં છેલ્લા 3-4 વર્ષમાં ભયંકર ડર પેદા કરી દીધો છે. દુનિયાનો કોઈપણ બોલર સૂર્યકુમારની સામે બોલિંગ કરતા એક વખત તો ચોક્કસથી ડરે જ છે. T20ના રાજા સૂર્યાએ T20 વર્લ્ડ કપ 2024ની સુપર-8ની ભારતની પ્રથમ મેચમાં જીતની સ્ક્રિપ્ટ લખી હતી. મેચના હીરો બનેલા સૂર્યકુમાર યાદવે એક વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી છે જેના માટે વિરાટ કોહલી જેવા દિગ્ગજને પણ 14 વર્ષ લાગ્યા હતા. શરૂઆતી ઝટકા બાદ બાંગ્લાદેશ સામેની મેચમાં ગુરૂવારે મુશ્કેલ સમયમાં ટીમ ઈન્ડિયા માટે મૂલ્યવાન ઈનિંગ્સ રમીને 15મી વખત T20 ઈન્ટરનેશનલમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે.
વિરાટ-રોહિતે આશા પર પાણી ફેરવ્યું :
કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તમામ ચાહકોની નજર રોહિત-વિરાટની જોડી પર હતી પરંતુ આ મેચમાં પણ બંને ફ્લોપ સાબિત થયા હતા. સૂર્યા બેટિંગ માટે આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી. સ્કાયએ માત્ર 28 બોલમાં 3 સિક્સ અને 5 ફોરની મદદથી 53 રન બનાવ્યા હતા. હાર્દિકે પણ સામી ક્રિઝે તેનો સાથ આપ્યો અને 24 બોલમાં 32 રન બનાવ્યા છે. બંને બેટ્સમેનોની શાનદાર બેટિંગના કારણે ટીમ ઈન્ડિયા સ્કોરબોર્ડ પર 181 રન બનાવવામાં સફળ રહી હતી.
SKYએ વિરાટની બરાબરી કરી :
ક્રિકેટ વિશ્વના ટોચના તમામ રેકોર્ડ્સ સચિન તેડુંલકર બાદ હવે વિરાટ કોહલીના નામે થઈ રહ્યાં છે. કિંગ કોહલીને રેકોર્ડ કિંગ પણ કહેવામાં આવે છે. T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ (15 પ્લેયર ઓફ ધ મેચ) જીતવાના મામલે વિરાટ પણ વિશ્વમાં નંબર-1 હતો. વિરાટે 2010માં ડેબ્યૂ કર્યા બાદ આ લક્ષ્યાંક હાંસલ કરતા 14 વર્ષ લાગ્યા હતા. રંતુ સૂર્યકુમાર યાદવે 2021માં ટી20માં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી જ સુપરફાસ્ટ સ્પીડમાં SKY ભાગી નહિ ઉડી રહ્યો છે. માત્ર 3 વર્ષમાં સ્કાયે વિરાટની બરાબરી કરી લીધી છે. બાંગ્લાદેશ સામેની મેચમાં વિજયી ઈનિંગ રમીને સૂર્યાએ વધુ એક POTMનો એવોર્ડ જીતીને વિરાટના રેકોર્ડની બરાબરી કરી છે. જો સૂર્યા વધુ એકવાર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી લેશે તો તે કિંગ કોહલીનો 'વિરાટ' રેકોર્ડ તોડી નાખશે.
સુપર-8માં વિજયી શરૂઆત :
ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024ના રાઉન્ડ-2માં જીત સાથે શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે 47 રનથી મોટી જીત નોંધાવી હતી. શાનદાર બોલિંગના કારણે અફઘાનિસ્તાનની ટીમ માત્ર 134 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ મેચમાં બેટ્સમેન સાથે બોલરોની પણ મોટી ભૂમિકા હતી. સ્ટાર જસપ્રીત બુમરાહ ચમક્યો અને 3 વિકેટ લીધી હતી. આ સિવાય અર્શદીપે પણ 3 વિકેટ ઝડપી હતી.