Get The App

ટી20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવે રચ્યો ઇતિહાસ, રોહિત શર્માને પણ પાછળ છોડ્યો, અનેક રૅકોર્ડ સર્જ્યા

Updated: Apr 2nd, 2025


Google News
Google News
ટી20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવે રચ્યો ઇતિહાસ, રોહિત શર્માને પણ પાછળ છોડ્યો, અનેક રૅકોર્ડ સર્જ્યા 1 - image


Suryakumar Yadav Record In T20: આઇપીએલ 2025ની સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે પ્રથમ વખત આઠ વિકેટે મેચ જીતી હતી. મુંબઈ ઇન્ડિયન્સની આ જીતમાં સૂર્યકુમાર યાદવનો ફાળો બહુમૂલ્ય રહ્યો છે. આ મેચ સાથે સૂર્યકુમાર યાદવ ટી20 કરિયરમાં 8000 રન બનાવનારો પાંચમો ટોચનો ભારતીય ખેલાડી બન્યો છે. સૂર્યકુમાર યાદવે મેચમાં માત્ર નવ બોલમાં 27 રન ફટકાર્યા હતાં. જેમાં 300ના સ્ટ્રાઇક રેટ સાથે ત્રણ વખત ચોગ્ગા ફટકારી નવો રૅકોર્ડ સર્જ્યો હતો. 

સૌથી વધુ રન ફટકારનારો પાંચમો ખેલાડી

સૂર્યકુમાર યાદવે 8000 રન ફટકારી ટી20 કરિયરમાં સૌથી વધુ રન ફટકારનારો પાંચમો ખેલાડી બન્યો છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, સુરેશ રૈના, અને શિખર ધવન બાદ તે પાંચમો ખેલાડી છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ત્રણ ટાઇમ આઇપીએલ ચેમ્પિયને 2598 રન ફટકાર્યા છે. આઇપીએલમાં 3698 રન માર્યા છે. 

વિશ્વનો બીજો ઝડપી પ્લેયર

વિશ્વમાં સૂર્યકુમાર યાદવ એન્ડ્રે રસેલ બાદ સૌથી વધુ બોલમાં રન બનાવનારો ખેલાડી છે. વેસ્ટ ઇન્ડિઝના એન્ડ્રે રસેલ આ કેટેગરીમાં પ્રથમ સ્થાને છે. તેણે 4749 બોલમાં સૌથી વધુ રન બનાવ્યા છે. જ્યારે સૂર્યકુમાર યાદવે 5256 બોલમાં સૌથી વધુ રન બનાવ્યા છે. 

આ પણ વાંચોઃ કરોડો રુપિયામાં વેચાયા પણ પરફોર્મન્સ ઝીરો, 5 ભારતીય દિગ્ગજ IPL-2025માં 'ફ્લોપ'

ટી20માં ટોપ-5 સ્ટ્રાઇક રેટ સાથે રમનારા ભારતીય ખેલાડી

ખેલાડીસ્ટ્રાઇક રેટરનએવરેજ
સૂર્યકુમાર યાદવ152.28800734.21
સુરેશ રૈના137.45864532.17
રોહિત શર્મા134.71185130.7
વિરાટ કોહલી134.211297641.58
શિખર ધવન125.34979732.98


સ્ટ્રાઇક રેટમાં પણ ટોપ પર

સૂર્યકુમાર યાદવે સૌથી વધુ સ્ટ્રાઇક રેટ પર રન બનાવ્યા છે. જે 152.8ના સ્ટ્રાઇક રેટ પર 8007 રન બનાવનારો ટોચનો ભારતીય ખેલાડી છે. સુરેશ રૈના 137.45 સ્ટ્રાઇક રેટ પર 8645 રન ફટકારવાની સાથે બીજો ટોચનો ખેલાડી છે. ત્રીજા ક્રમે રોહિત શર્મા (134.70 સ્ટ્રાઇક રેટમાં 11851 રન) છે. વૈશ્વિક સ્તરે સૌથી વધુ સ્ટ્રાઇક રેટ સાથે રમનારા ખેલાડીમાં સૂર્યકુમાર યાદવ પાંચમા ક્રમે છે. 

ટી20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવે રચ્યો ઇતિહાસ, રોહિત શર્માને પણ પાછળ છોડ્યો, અનેક રૅકોર્ડ સર્જ્યા 2 - image

Tags :