કેપ્ટન તરીકેની પહેલી જ મેચમાં સૂર્યકુમાર યાદવે રચ્યો ઈતિહાસ, આ મામલે બન્યો દુનિયાનો નંબર-1 બેટર

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
કેપ્ટન તરીકેની પહેલી જ મેચમાં સૂર્યકુમાર યાદવે રચ્યો ઈતિહાસ, આ મામલે બન્યો દુનિયાનો નંબર-1 બેટર 1 - image

India vs Sri Lanka 1st T20I: ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી T20 મેચમાં શાનદાર શરૂઆત કરતા ભારતે શ્રીલંકાને 43 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીર અને T20ના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે ભારતીય ક્રિકેટના એક નવા યુગની શરૂઆત કરી છે. સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામે રમાયેલી પહેલી T20 મેચમાં બેટર તરીકે જ નહીં પરંતુ કેપ્ટન તરીકે પણ પોતાને સાબિત કર્યો હતો. સૂર્યાએ આક્રમક બેટિંગ કરીને 26 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. અને 233.08ના સ્ટ્રાઈક રેટથી 58 રન બનાવ્યા હતા. તેની શાનદાર બેટિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

સૂર્યકુમાર યાદવે બનાવ્યો રેકોર્ડ

સૂર્યકુમાર યાદવે સૌથી ઓછી મેચો રમીને સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ(POTM)નો ખિતાબ ટાઇટલ જીતનાર પહેલો ખેલાડી બન્યો છે. સૂર્યાએ 69 મેચમાં 16 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે. વિરાટ કોહલીએ પણ 16 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે. જેની સૂર્યાએ પણ તેની બરાબરી કરી લીધી છે. પરંતુ વિરાટે 125 મેચમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. જો કે તેણે હવે T20માંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે.

આ પણ વાંચો: Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં બીજા દિવસે પીવી સિંધુ, રમિતા જિંદાલ અને બલરાજ પંવાર છવાયા

યાદીમાં સિકંદર રઝા, મોહમ્મદ નબી, રોહિત શર્મા સામેલ

તમને જણાવી દઈએ કે, સૌથી વધુ POTM એવોર્ડ જીતનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી પછી ઝિમ્બાબ્વેના સ્ટાર સિકંદર રઝાનું નામ આવે છે. તેણે 91 મેચમાં 15 વખત આ ખિતાબ જીત્યો હતો. જ્યારે મલેશિયાનો ખેલાડી વિરનદીપ સિંહ 78 મેચમાં 14 એવોર્ડ જીતીને આ યાદીમાં ચોથા સ્થાને છે. અફઘાનિસ્તાનનો સ્ટાર ખેલાડી મોહમ્મદ નબી પાંચમા સ્થાને છે. નબીએ 129 મેચમાં 14 POTM એવોર્ડ જીત્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા 159 મેચમાં 14 એવોર્ડ જીત્યા બાદ આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે.

આ પણ વાંચો: અમે ભાગ્યશાળી રહ્યાં કે...' શ્રીલંકા સામે પ્રથમ વિજય બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નિવેદન વાયરલ

ભારતીય ટીમ સીરિઝમાં 1-0થી આગળ 

ભારતીય ટીમ 3 મેચની T20 સીરિઝમાં 1-0થી આગળ છે. ટીમ રવિવારે આ જ સ્ટેડિયમમાં શ્રીલંકા સામે બીજી મેચ રમશે. જ્યારે ત્રીજી મેચ 30 જુલાઈએ રમાશે. 3 મેચની T20 સીરિઝ બાદ હવે 2 ઓગસ્ટથી વનડે સીરિઝ શરૂ થશે. જેમાં રોહિત શર્મા ટીમની કેપ્ટનશીપ કરશે.

કેપ્ટન તરીકેની પહેલી જ મેચમાં સૂર્યકુમાર યાદવે રચ્યો ઈતિહાસ, આ મામલે બન્યો દુનિયાનો નંબર-1 બેટર 2 - image



Google NewsGoogle News