IND vs AUS : સૂર્યકુમારે રચ્યો ઈતિહાસ, સેહવાગ-ધોની સહિત આ દિગ્ગજ ખેલાડીઓનો તોડ્યો રેકોર્ડ
સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ T20 મેચમાં 80 રન બનાવ્યા હતા
ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી
Image:Twitter |
IND vs AUS 1st T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની T20 સિરીઝમાં સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ સાથે તે T20 ફોર્મેટ(Suryakumar Yadav Breaks Multiple Records)માં ભારત માટે કેપ્ટનશીપ કરનાર 13મો કેપ્ટન બની ગયો હતો. સૂર્યાએ લક્ષ્યનો પીછો કરતા 80 રન બનાવ્યા અને ભારતને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી.
આ દિગ્ગજ ખેલાડીઓને છોડ્યા પાછળ
સૂર્યકુમાર યાદવ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે આ ઈનિંગ દરમિયાન તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેનોની લીસ્ટમાં 10મા સ્થાને આવી ગયો છે. સૂર્યાએ તેની ઇનિંગ દરમિયાન 4 છગ્ગા ફટકાર્યા અને તેણે કોલિન મુનરો, ગ્લેન મેક્સવેલ, ડેવિડ વોર્નર અને ડેવિડ મિલરને પાછળ છોડી દીધા હતા. આ સિવાય ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યા બાદ સૂર્યકુમાર યાદવ સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેનોની લીસ્ટમાં ચોથા નંબર પર આવી ગયો છે.
રોહિતથી આગળ નીકળ્યો સૂર્યા
સૂર્યાને તેની વિસ્ફોટક ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો. સૂર્યાનો આ 54 મેચમાં 13મો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ હતો. તેણે આ મામલે કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિતના નામે 12 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ છે. સૂર્યકુમાર યાદવથી આગળ માત્ર વિરાટ કોહલી છે. કોહલીના નામે 15 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ છે.
સૂર્યાએ તોડ્યો સેહવાગ-ધોનીનો રેકોર્ડ
સૂર્યકુમાર યાદવે T20Iમાં કેપ્ટન તરીકે ડેબ્યૂ કરી સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તે કેપ્ટન તરીકે ડેબ્યૂમાં 50થી વધુ રન બનાવનાર બીજા ભારતીય ખેલાડી છે. તેના પહેલા આ રેકોર્ડ કે.એલ રાહુલના નામે હતો જેણે T20 Asia Cup 2022 દરમિયાન અફઘાનિસ્તાન સામે 62 રન બનાવ્યા હતા. કેપ્ટન તરીકે ડેબ્યૂમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓની લીસ્ટમાં ધવન ત્રીજા સ્થાને છે, જ્યારે સેહવાગ ચોથા સ્થાને છે અને ધોની પાંચમા સ્થાને છે.