Get The App

સૂર્યકુમારે સીરિઝની છેલ્લી T20માં બોલિંગ કરી સૌને ચોંકાવ્યા, બુમરાહનો ખાસ રેકોર્ડ ધ્વસ્ત કર્યો

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
સૂર્યકુમારે સીરિઝની છેલ્લી T20માં બોલિંગ કરી સૌને ચોંકાવ્યા, બુમરાહનો ખાસ રેકોર્ડ ધ્વસ્ત કર્યો 1 - image

IND vs SL, 3rd T20I: સૂર્યકુમાર યાદવ શ્રીલંકા સામેની 3 મેચની T20I સીરિઝમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકે સફળ રહ્યો છે. સૂર્યકુમાર એક શાનદાર બેટર છે, પરંતુ તે સારી બોલિંગ પણ કરી શકે છે તે આ સીરિઝમાં તેણે આ સાબિત કર્યું છે. જ્યારે શ્રીલંકાને જીતવા માટે છેલ્લા 6 બોલમાં 6 રન જોઈતા હતા ત્યારે સૂર્યાએ બીજા કોઈને બોલિંગ આપવાને બદલે પોતે જ બોલિંગ કરવાનું વધુ સારું માન્યું અને તેના શાનદાર દેખાવ ને કારણે મેચ ટાઈ થઈ હતી.

આ પણ વાંચો: 'હું કેપ્ટન બનવા નથી માગતો..' સીરિઝ જીત્યા બાદ સૂર્યકુમારનું ચોંકાવનારું નિવેદન, જાણો કેમ કહ્યું આવું

અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે નિયમિત બોલર ન હોવા છતાં પણ સૂર્યકુમારને પોતાના પર વિશ્વાસ હતો કે તે આ મેચ બચાવી લેશે, અને બન્યું પણ એવું જ. ભારતએ સુપર ઓવર દ્વારા આ મેચ જીતી હતી, મેચને ટાઈ કરવામાં સૂર્યકુમારનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. સૂર્યકુમારે શ્રીલંકા સામે T20Iમાં પહેલી વખત બોલિંગ કરતી વખતે ભારતના દિગ્ગજ બોલર જસપ્રિત બુમરાહનો એક રેકોર્ડ તોડ્યો હતો.

સૂર્યકુમાર યાદવે તોડ્યો બુમરાહનો રેકોર્ડ

શ્રીલંકા સામેની ત્રીજી મેચમાં સૂર્યકુમાર યાદવે એક ઓવરમાં 5 રન આપી 2 વિકેટ ઝડપીને તે બુમરાહ કરતાં પણ આગળ નીકળી ગયો હતો. T20Iમાં કેપ્ટન તરીકે કોઈપણ ભારતીય ખેલાડીનો આ ત્રીજો સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્પેલ રહ્યો હતો. અગાઉ ત્રીજા સ્થાને બુમરાહ હતો, જેણે કેપ્ટન તરીકે ભારત માટે 2023માં આયર્લેન્ડ સામેની T20I મેચમાં 15 રન આપીને 2 વિકેટ લીધી હતી, પરંતુ હવે સૂર્યાએ બુમરાહને ચોથા સ્થાને ધકેલી દીધો છે. આ યાદીમાં પહેલા અને બીજા સ્થાને હાર્દિક પંડ્યા છે, જેણે T20Iમાં બે વખત કેપ્ટન તરીકે ભારત માટે શાનદાર બોલિંગ કરી છે.

સૂર્યાએ રોહિતનું પુનરાવર્તન કર્યું

રોહિત શર્માએ વર્ષ 2021માં કેપ્ટન તરીકે ન્યુઝીલેન્ડ સામેની T20I સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું. અને તેને આ સીરિઝ માટે પ્લેયર ઓફ ધ સીરિઝનો ખિતાબ પણ આપ્યો હતો. એટલે કે, તે ભારતનો પહેલો T20I કેપ્ટન હતો કે જેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે વિરોધી ટીમ સામે ક્લીન સ્વીપ કર્યું હોય અને ટીમના કેપ્ટનને પ્લેયર ઓફ ધ સીરિઝનો ખિતાબ પણ મળ્યો હોય. હવે સૂર્યકુમાર યાદવે પણ રોહિત શર્મા જેવું જ કારનામું કર્યું છે. તેની કેપ્ટનશીપમાં ભારતે શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કર્યું અને ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમારને પ્લેયર ઓફ ધ સીરિઝનો ખિતાબ પણ જીત્યો હતો.

ટીમના કેપ્ટન તરીકે સૂર્યકુમારે બીજી વખત T20I સીરિઝ જીતી

સૂર્યકુમાર યાદવે કેપ્ટન તરીકે T20I ફોર્મેટમાં ભારતે બીજી વખત સીરિઝ જીતી છે. ભારતીય ટીમના નિયમિત T20 કેપ્ટન બનતા પહેલા, સૂર્યકુમારે બીજા ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. તેણે કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝ 4-1થી જીતી હતી. ત્યાબાદ તેણે દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ 1-1થી ડ્રો થઇ હતી. હવે કેપ્ટન તરીકે તેણે શ્રીલંકા સામેની 3 મેચની સીરિઝમાં 3-0થી જીત મેળવી હતી.

T20Iમાં ભારતીય કેપ્ટન દ્વારા શ્રેષ્ઠ બોલિંગ

4/16 – હાર્દિક પંડ્યા વિ. ન્યુઝીલેન્ડ (2023)

3/35 – હાર્દિક પંડ્યા વિ. વેસ્ટ ઈન્ડિઝ (2023)

2/5 – સૂર્યકુમાર યાદવ વિ. શ્રીલંકા (2024)

2/15 – જસપ્રિત બુમરાહ વિ આયર્લેન્ડ (2023)

સૂર્યકુમારે સીરિઝની છેલ્લી T20માં બોલિંગ કરી સૌને ચોંકાવ્યા, બુમરાહનો ખાસ રેકોર્ડ ધ્વસ્ત કર્યો 2 - image


Google NewsGoogle News