Get The App

કેપ્ટન તરીકે સૂર્ય કુમાર યાદવે રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલીનો પણ રેકૉર્ડ તોડ્યો

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
કેપ્ટન તરીકે સૂર્ય કુમાર યાદવે રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલીનો પણ રેકૉર્ડ તોડ્યો 1 - image

Surya Kumar Yadav : ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની છેલ્લી T20I મેચમાં 133 રને શાનદાર જીત મેળવી હતી. સંજુ સેમસને તોફાની બેટિંગ કરીને 111 રન બનાવ્યા હતા. સંજુને તેની ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેની સાથે સૂર્યકુમાર યાદવે પણ સારી બેટિંગ કરી હતી. અને તેણે 35 બોલમાં 75 રનની ઇનિંગ રમી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 6 વિકેટે 297 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં માત્ર 164 રન જ બનાવી શકી હતી.

આ મેચ જીતીને સૂર્યકુમાર યાદવે કેપ્ટન તરીકે ઈતિહાસ રચી દીધો હતો. સૂર્યકુમારની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ બે વખત 100થી વધારે રનના અંતરથી મેચ જીતવામાં સફળ રહી છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સૂર્યકુમાર ભારતનો પહેલો કેપ્ટન બની ગયો છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલની કેપ્ટનશીપ હેઠળ ભારત એકવાર T20 મેચ 100થી વધારે રનના અંતરથી જીત્યું હતું. સૂર્યકુમારે કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

T20Iમાં સૌથી વધુ 100+ રનના અંતરથી મેચ જીતાડનાર ભારતીય કેપ્ટન

2 - સૂર્યકુમાર યાદવ

1 - વિરાટ કોહલી

1 - હાર્દિક પંડ્યા

1 - કે.એલ. રાહુલ

1 - શુભમન ગિલ

આ સિવાય સૂર્યકુમાર યાદવ બેટર તરીકે પણ એક અદ્દભૂત રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહ્યો હતો. સૂર્યકુમાર યાદવ T20Iમાં સૌથી ઝડપી 2500 રન બનાવનાર ભારતનો બીજો બેટર બની ગયો છે. જે સૂર્યકુમારે 71 ઇનિંગ્સમાં 2500 રન પૂરા કર્યા હતા. સૌથી ઝડપી T20Iમાં 2500 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બાબર આઝમના નામે છે. બાબરે 62 ઇનિંગ્સમાં 2500 રન પૂરા કર્યા હતા. આ સિવાય વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીમાં 68 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું.

T20I મેચોમાં સૌથી ઝડપી 2500 રન બનાવનાર ખેલાડી

બાબર આઝમ – 62 ઇનિંગ્સ

મોહમ્મદ રિઝવાન – 65 ઇનિંગ્સ

વિરાટ કોહલી - 68 ઇનિંગ્સ

સૂર્યકુમાર યાદવ – 71 ઇનિંગ્સ

એરોન ફિન્ચ – 78 ઇનિંગ્સ

માર્ટિન ગુપ્ટિલ - 83 ઇનિંગ્સ

કેપ્ટન તરીકે સૂર્ય કુમાર યાદવે રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલીનો પણ રેકૉર્ડ તોડ્યો 2 - image


Google NewsGoogle News