ગુજરાત ટાઈટન્સ સામેની મેચ પહેલા સૂર્યકુમાર યાદવની વાપસી થશે કે નહીં? મુંબઈ ઈન્ડિયન્સના કોચે જુઓ શું કહ્યું

અમે BCCI તરફથી સૂર્યકુમારના અપડેટની રાહ જોઈ રહ્યા છીએ: બાઉચર

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
ગુજરાત ટાઈટન્સ સામેની મેચ પહેલા સૂર્યકુમાર યાદવની વાપસી થશે કે નહીં? મુંબઈ ઈન્ડિયન્સના કોચે જુઓ શું કહ્યું 1 - image
Image Twitter 

T20નો નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ઈજા થવાના કારણે કેટલીય મેચમાંથી બહાર થઈ ગયો છે. તે ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રીકાના પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જેમા તેના ઘુંટણ પર ઈજા થઈ હતી. તેણે જાન્યુઆરીમાં સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી હતી. અને ત્યારે તે ફીટ થવા માટે સખત મહેનત કરતો હતો. જો કે, સૂર્યકુમાર યાદવ આઈપીએલ 2024માં રમશે કે નહીં, તેને લઈને હજુ પણ શંકા રહેલી છે.  IPLમાં તે મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે રમે છે. આગામી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. સુર્યા વિશે MIના હેડ કોચ માર્ક બાઉચરનું કહેવું છે કે,હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી તેના વિશે શું અપડેટ આવે છે તેની રાહ જોઈ રહી છે.

અમે BCCI તરફથી સૂર્યકુમારના અપડેટની રાહ જોઈ રહ્યા છીએ: બાઉચર

મુંબઈને 17મી સિઝનમાં તેના અભિયાનની શરૂઆત 24 માર્ચના રોજ ગુજરાત ટાઇટન્સ (GT)સામે કરવાની છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. બાઉચર સોમવારે નવા કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે પ્રેસ કોન્ફરન્સમાં નજરે પડ્યા હતા. કોચને સૂર્યા વિશે પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં તેમણે કહ્યું કે, “અમે BCCI તરફથી સૂર્યકુમારના અપડેટની રાહ જોઈ રહ્યા છીએ. અમે હંમેશા ફિટનેસના મુદ્દે ઘેરાયેલા છીએ, પરંતુ અમારી પાસે વર્લ્ડ ક્લાસ મેડિકલ ટીમ છે. તેથી ફિટનેસના કારણે અમે એક અથવા બે ખેલાડીને ખોઈ શકીએ છીએ, પરંતુ અમારે આગળ વધીશું.

સૂર્યકુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમા તે જોરદાર પરસેવાથી રેબઝેબ જોવા મળી રહ્યા છે, જોકે વીડિયોની કેપ્શનમાં લખ્યું હતું કે, "કામ ચાલુ છે મિત્રો, જલ્દી મળીએ છીએ."

સૂર્યાની સર્જરી પહેલા પગના ઘુંટણની ઈજાને કારણે  NCAમાં રાખ્યો હતો

અત્રે એક વાત એ નોંધનીય છે કે, સૂર્યાની સર્જરી પહેલા પગના ઘુંટણની ઈજાને કારણે NCAમાં રાખ્યો હતો અને સર્જરી પછી પણ તેને ત્યાં જ રાખવામાં આવ્યો હતો. સૂર્યાને ઈજા થયા પહેલા ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની T20 શ્રેણીમાં ભારતીય ટીમમાં કેપ્ટનશીપ કરી હતી, અને તેણે  4-1થી શાનદાર  જીત અપાવી હતી. આ સિવાય તેણે દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની T20 સિરીઝમાં પણ બાગડોર સંભાળી હતી. આ સિરીઝ 1-1થી ડ્રો રહી હતી.



Google NewsGoogle News