T20 World Cup પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો, ફેબ્રુઆરી સુધી મેદાનમાં પરત નહીં ફરી શકે આ ખેલાડી
સાઉથ આફ્રિકા સામે રમાયેલી T20I સિરીઝની છેલ્લી મેચ દરમિયાન સૂર્યાને પગમાં ઈજા થઇ હતી
Image:Twitter |
Suryakuamr Yadav Ankle Injury : ભારતીય ક્રિકેટ ટીમને સતત 2 T20I સિરીઝ જીતાવનાર સૂર્યકુમાર યાદવને પગમાં ગંભીર ઈજા થઇ હતી. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે તે ફેબ્રુઆરી મહિના સુધી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકશે નહીં.
અફઘાનિસ્તાન સામે રમાનાર સિરીઝમાં સૂર્યા ભાગ લઇ શકે નહીં
મળેલા અહેવાલો મુજબ સૂર્યકુમાર યાદવ ગયા અઠવાડિયે જયારે સાઉથ આફ્રિકાથી ભારત પરત ફર્યો ત્યારે તેના પગનો સ્કેન કરવામાં આવ્યો હતો. સ્કેનમાં ગ્રેડ-2 લેવલનું ટીયર મળી આવ્યું હતું. આવી સ્થિતિમાં ઈજાની ગંભીરતાને જોતા તે હવે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે થનારી 3 મેચની T20I સિરીઝમાં ભાગ લઈ શકશે નહીં.
T20 World Cup પહેલા ભારતને મોટો ઝટકો
T20 World Cup 2024 પહેલા અફઘાનિસ્તાન સિરીઝ ભારતીય ટીમની છેલ્લી T20I સિરીઝ હશે. ભારતીય ટીમ પાસે T20 World Cup પહેલા યોગ્ય કોમ્બીનેશન શોધવાની આ છેલ્લી તક રહેશે. આવી સ્થિતિમાં સૂર્યાની ગેરહાજરી ભારતીય ટીમની T20 World Cup માટેની તૈયારીઓને એક મોટો ઝટકો છે.
સાઉથ આફ્રિકા સામે મેચ દરમિયાન થઇ હતી ઈજા
સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રણ મેચોની T20I સિરીઝની છેલ્લી મેચ દરમિયાન સૂર્યાને પગમાં ઈજા થઇ હતી. આ સિરીઝની પ્રથમ મેચમાં સૂર્યાએ શાનદાર સદી ફટકારી હતી. બીજી ઇનિંગ દરમિયાન ત્રીજી ઓવરમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેન દ્વારા શોટ મારવામાં આવ્યો જેને રોકીને બોલ થ્રો કરતી વખતે સૂર્યાને ઈજા થઇ હતી. આ પછી તેને ફિઝિયો દ્વારા તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વાઈસ કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ બાકીની મેચમાં ટીમની કમાન સંભાળી હતી. આ મેચ ભારતે 106 રનથી જીતી હતી અને સૂર્યકુમાર યાદવ 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો હતો.