Get The App

MS ધોનીને લઈને છલકાયું સુરેશ રૈનાનું દર્દ, 'મિસ્ટર IPL'એ કહ્યું- હું તેમને બેટિંગ કરતાં જોવા માંગુ છું

રૈનાએ કહ્યું કે, સૌથી મહત્ત્વની વાત એ છે કે તે ફિટ દેખાઈ રહ્યો છે, હું તેને ટોપના ક્રમે બેટિંગ કરતો જોવા માગું છું

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
MS ધોનીને લઈને છલકાયું સુરેશ રૈનાનું દર્દ, 'મિસ્ટર IPL'એ કહ્યું- હું તેમને બેટિંગ કરતાં જોવા માંગુ છું 1 - image
Image Twitter 

IPL T20 :  આઈપીએલ 2024ની ઓપનિંગ મેચ સાથે ફરી એકવાર MS ધોની ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. RCB અને CSK વચ્ચેની આ બ્લોકબસ્ટર મેચ પહેલા ભારતના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ એમએસ ધોનીને ખાસ અપીલ કરી હતી. આરસીબી સામે ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. રૈનાએ આઈપીએલ 2024માં ધોની પાસે તેની અપેક્ષાઓ વ્યક્ત કરતાં કહ્યું કે, ધોની માટે આ એક મોટી આઈપીએલ હશે કારણ કે તે હવે ટીમના કેપ્ટનશીપ નહીં કરે, પરંતુ આશા રાખીએ કે, CSK આ સિઝનમાં પણ તેની ચેમ્પિયનશિપ માનસિકતા જાળવી રાખશે.

તે ફિટ દેખાઈ રહ્યો છે, હું તેને ટોપના ક્રમે બેટિંગ કરતો જોવા માગું છું: રૈના

રૈનાએ કહ્યું કે, સૌથી મહત્ત્વની વાત એ છે કે તે ફિટ દેખાઈ રહ્યો છે. હું તેને ટોપના ક્રમે બેટિંગ કરતો જોવા માગું છું. સમગ્ર દુનિયા તેમને 5 ઓવર સુધી બેટિંગ કરતી જોવા માંગે છે, નહીં કે માત્ર છેલ્લી 2 ઓવર... જ્યારે તે ક્રિઝ પર આવશે ત્યારે તેને સેટ થતાં થોડો સમય લાગશે, પરંતુ તે પછી તમે તેના હેલિકોપ્ટર શોટ્સનો આનંદ લઈ શકશો. 

ઋતુરાજ, શિવમ દુબે અને ડેરીલ મિશેલ CSK નો વારસો આગળ વધારશે

રૈનાએ વધુ વાત કરતાં કહ્યું કે, ધોની એક ઓપરેશનમાંથી પસાર થઈ રહ્યો છે. તે કેપ્ટનશીપ નહીં કરે, એટલા માટે આ તેની એક મોટી IPL હશે. તેઓને પણ આશા રહેશે કે CSK તેનો વારસો આગળ વધારશે. આવું ત્યારે થશે જ્યારે ઋતુરાજ, શિવમ દુબે અને ડેરીલ મિશેલ તેમની જવાબદારી સારી રીતે નિભાવશે. એવું પૂછવામાં આવ્યું કે, શું આરસીબી ચેપોકમાં CSKને હરાવી શકે છે, જ્યાં યલો આર્મીએ રમેલી 64 મેચમાંથી 45 મેચ પર જીત મેળવી હતી. રૈનાએ કહ્યું, 'મને લાગે છે કે RCBની પાસે CSKને હરાવવાની ટીમ છે. આ સિવાય જે પણ ટીમ સીએસકે સામે રમશે તે કહેશે કે હવે ઋતુરાજ કેપ્ટન છે, ધોની નહીં. એટલા માટે પણ વિરોધી ટીમનું મનોબળ વધી શકે છે. 


Google NewsGoogle News