Get The App

સુરેશ રૈનાએ ઈરફાન પઠાણની ફિલ્મ 'Cobra'નો વીડિયો કર્યો શેર, જુઓ અહીં

Updated: Aug 27th, 2022


Google NewsGoogle News
સુરેશ રૈનાએ ઈરફાન પઠાણની ફિલ્મ 'Cobra'નો વીડિયો કર્યો શેર, જુઓ અહીં 1 - image


- ફિલ્મમાં તેઓ તુર્કીના એક ઈન્ટરપોલ એજન્ટ અસલાન યિલમાજનું પાત્ર ભજવતા જોવા મળશે

નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ 2022, શનિવાર 

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ પોતાની પ્રથમ ફિલ્મ કોબ્રા (Cobra) સાથે ચાહકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આગામી 31 ઓગષ્ટ, 2022ના રોજ આ ફિલ્મ થિયેટર્સમાં રીલિઝ કરવામાં આવશે. ફિલ્મમાં ઈરફાન પઠાણ ઉપરાંત સાઉથ ઈન્ડિયન સ્ટાર ચિયાન વિક્રમ અને KGF સ્ટાર શ્રીનિધિ શેટ્ટી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

સુરેશ રૈનાએ ઈરફાન પઠાણની ફિલ્મ 'Cobra'નો વીડિયો કર્યો શેર, જુઓ અહીં 2 - image

સુરેશ રૈનાએ શેર કર્યું ટ્રેલર

આ ફિલ્મને અજય જ્ઞાનમુથુએ ડિરેક્ટ કરી છે અને એઆર રહમાને તેમાં સંગીત આપ્યું છે. ગત 25 ઓગષ્ટના રોજ (ગુરૂવારે) આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યું હતું. ઈરફાન પઠાણના મિત્ર અને ટીમ ઈન્ડિયાના જૂના સાથી સુરેશ રૈનાએ પણ ઈરફાનની ફિલ્મનું ટ્રેલર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું હતું અને ઈરફાનને શુભેચ્છાઓ પાઠવી હતી. ઈરફાન પઠાણે સુરેશ રૈનાની ટ્વિટના જવાબમાં તેમનો આભાર માન્યો હતો. 

ઈરફાન પઠાણ ફિલ્મ 'કોબ્રા' દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ તુર્કીના એક ઈન્ટરપોલ એજન્ટ અસલાન યિલમાજનું પાત્ર ભજવતા જોવા મળશે. આ એક્શન થ્રિલર ફિલ્મના લીડ વિક્રમ તેમાં 20થી વધારે અલગ-અલગ રોલમાં જોવા મળશે. ક્રિકેટ અને કોમેન્ટેટર બાદ ઈરફાન હવે એક્ટિંગમાં પણ હાથ અજમાવવા જઈ રહ્યા છે. 

આ પણ વાંચોઃ ઈરફાન પઠાણ સાથે મુંબઈ એરપોર્ટ પર ગેરવર્તણૂક, પોસ્ટ શેર કરીને જણાવી આપવીતી


Google NewsGoogle News