સંજૂ સેમસનને સપોર્ટ કરવું પૂર્વ ખેલાડીને ભારે પડ્યું, KCAએ નોટિસ ફટકારીને કહ્યું, 'ફિક્સિંગ કાંડ યાદ છે ને'
KCA issued notice to S. Sreesanth : હાલમાં સંજુ સેમસન અને કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે પૂર્વ ઝડપી બોલર એસ. શ્રીસંતની એન્ટ્રી થઇ ગઈ છે. આ પૂરા વિવાદમાં શ્રીસંતને કેરળ ક્રિકેટે નોટીસ પાઠવતા તેને મેચ ફિક્સિંગ કાંડની યાદ આપવી દીધી છે. હકીકતમાં આ પૂરો વિવાદ સંજુ સેમસનને વિજય હજારે ટ્રોફીમાં કેરળની ટીમમાંથી બહાર કરવા અંગે છે. આને કારણે સેમસનને વિજય હઝારે ટ્રોફીની કેરળ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. અને આ જ કારણોસર સેમસનને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો ન હતો. આ દરમિયાન શ્રીસંતે એક ટીવી શો પર સંજુ સેમસનનું સમર્થન કર્યું હતું જે KCAને પસંદ આવ્યું ન હતું.
શ્રીસંતે KCA પર લગાવ્યા હતા ગંભીર આરોપો
હકીકતમાં શ્રીસંતે સંજુ સેમસનનું સમર્થન કરતા કેરળ ક્રિકેટ એસોસિએશન પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેને લઈને KCAએ તરફ જણાવવામાં આવ્યું હતું કે, શ્રીસંતે ખોટું નિવેદન આપ્યું છે અને KCAને અપમાનિત કરવાની કોશિશ કરી છે. આનો હવાલો આપતા KCAએ તેને નોટિસ ફટકારી છે.
KCAએ કરી સ્પષ્ટતા!
જો કે, KCAએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, 'શ્રીસંતને સંજુ સેમસનના મામલામાં નોટિસ આપવામાં આવી નથી. આ મામલો તેનાથી બિલકુલ અલગ છે. શ્રીસંત કેરળ પ્રીમિયર લીગમાં કોલ્લમ સેલર્સ ટીમનો માલિક છે અને તેણે આવું ખોટું નિવેદન આપ્યું છે. આવું કરીને તેણે કરારના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ કારણથી તેને નોટિસ આપવામાં આવી છે.'
શ્રીસંતને હજુ સુધી કોર્ટ તરફથી રાહત નથી મળી
આટલું જ નહી KCAએ કડક શબ્દોમાં શ્રીસંતને તેના મેચ ફિક્સિંગ કાંડની યાદ અપાવી હતી. KCA તરફથી કહેવામાં આવ્યું હતું કે, 'શ્રીસંતને કોર્ટ તરફથી ક્રિમીનલ કેસમાં રાહત મળી છે અને તેને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો નથી. જયારે તે મુશ્કેલીમાં હતો ત્યારે તેને KCAએ સમર્થન કર્યું હતું અને હવે તેઓ ખોટી અને અપમાનજનક નિવેદનબાજી કરી રહ્યા છે.'