Ind vs Aus: સુપરસ્ટાર ગુજરાતી ખેલાડીનું ટીમમાંથી કપાઈ શકે છે પત્તું, 21 વર્ષનો નીતિશ ડેબ્યૂ કરે તેવી શક્યતા
Image: Facebook
Ind vs Aus: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચ મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાવાની છે. રોહિત શર્મા અને શુભમન ગિલનું આ મેચમાં ન રમવાના કારણે નજર પ્લેઈંગ ઈલેવન પર છે. સૌને એ જાણવું છે કે પર્થમાં કયા ખેલાડીઓને રમવાની તક મળશે. રિપોર્ટ અનુસાર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી અંતિમ અગિયારમાં ફેરફાર શક્ય છે. રવિન્દ્ર જાડેજાને બહાર રાખવામાં આવી શકે છે જ્યારે મુખ્ય સ્પિનર તરીકે આર.અશ્વિન રમશે.
વિદેશી પિચો પર ઝડપી બોલર્સને મદદ મળે છે અને દરમિયાન પ્લેઈંગ ઈલેવનમાં એક જ સ્પિનરને તક આપવામાં આવી શકે છે. મળતી માહિતી અનુસાર ભારત રવિન્દ્ર જાડેજા કે રવિચંદ્રન અશ્વિનમાંથી કોઈ એક ને બહાર કરવાની તૈયારીમાં છે. 21 વર્ષના યુવા નિતીશ રેડ્ડીને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
આ પણ વાંચો: Champions Trophy: હોકીની સેમિ ફાઈનલમાં ભારતે જાપાનને હરાવ્યું, હવે ચીન સામે મહામુકાબલો
નીતીશ કુમાર રેડ્ડી કરી શકે છે ડેબ્યૂ
રિપોર્ટ અનુસાર ભારત નીતીશ કુમાર રેડ્ડીને પર્થમાં પહેલી ટેસ્ટમાં ડેબ્યૂ કરાવવાનું આયોજન બનાવી રહ્યાં છે. રેડ્ડીને ટીમમાં સામેલ કરવાથી ભારતીય ટીમને નીચલા ક્રમમાં બેટિંગ મળશે. તે નંબર 7 કે 8 પર બેટિંગ કરી શકે છે અને સાથે જ દિવસની રમતમાં 6-10 ઓવર બોલિંગ કરીને ત્રણ ઝડપી બોલર્સનો બોઝ ઓછો કરી શકે. રેડ્ડીને બોલિંગ કોચ મોર્ને મોર્કલની સાથે ખૂબ સમય પસાર કરતા જોવામાં આવ્યો છે.
જાડેજા બહાર, અશ્વિન રમી શકે છે મેચ
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પર્થ ટેસ્ટના પ્લેઈંગ ઈલેવનથી બહાર રાખવામાં આવી શકે છે. રવિચંદ્રન અશ્વિનને એક માત્ર સ્પિનર તરીકે તક મળવાની આશા છે. તેનું કારણ છે એ છે કે ઓસ્ટ્રેલિયાના ત્રણ મુખ્ય બોલર ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ અને એલેક્સ કેરી જે ડાબા હાથના છે. રિપોર્ટ અનુસાર જાડેજાએ નેટ્સમાં વધુ બોલિંગ કરી નહીં કેમ કે તેણે બેટિંગ પર ખૂબ સમય આપ્યો.