ટી 20 વર્લ્ડકપ: ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 12 વર્ષ બાદ થયું આવું, ત્રીજી જ મેચમાં સુપરઓવર

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
ટી 20 વર્લ્ડકપ: ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 12 વર્ષ બાદ થયું આવું, ત્રીજી જ મેચમાં સુપરઓવર 1 - image


Image: Facebook

T20 World Cup 2024: IPLને વિશ્વની સૌથી લોકપ્રિય ટી20 લીગ કહેવામાં આવે છે પરંતુ આ વર્ષની ટુર્નામેન્ટની 74 મેચમાં એક વખત પણ મેચ સુપર ઓવર સુધી પહોંચી નહીં, પરંતુ ટી20 વર્લ્ડ કપ 2024ની ત્રીજી જ મેચમાં સુપર ઓવર જોવા મળી છે. નામીબિયા અને ઓમાનની વચ્ચે બારબાડોસમાં આ મેચ રમવામાં આવી. જે લો સ્કોરિંગ હતી. આ મેચ ટાઈ રહી. પહેલા બેટિંગ કરીને ઓમાને 109 રન બનાવ્યા અને નામીબિયાની ટીમ પણ 109 રન જ બનાવી શકી. આ રીતે મેચનું પરિણામ મેળવવા માટે સુપર ઓવરનું આયોજન થયું, જેમાં નામીબિયાને જીત મળી.

ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં 12 વર્ષ બાદ સુપર ઓવર થઈ છે. ગઈ વખતે 2012માં સુપર ઓવરમાં મેચનું પરિણામ નીકળ્યું હતું. વર્ષ 2012ની ટી20 વર્લ્ડ કપમાં બે વખત મેચનું પરિણામ સુપર ઓવરમાં નીકળ્યું હતું. બંને મેચ સુપર 8 ની મેચ હતી. ચોંકાવનારી વાત એ છે કે બંને મેચમાં એક ટીમ ન્યૂઝીલેન્ડ હતી. બંને મેચમાં ન્યૂઝીલેન્ડે હારનો સામનો કરવો પડ્યો હતો. માત્ર ચાર જ વખત મેચ ટાઈ થઈ છે. 2007માં ઈન્ડિયા સામે પાકિસ્તાન મેચ પણ ટી20 વર્લ્ડ કપ ટાઈ રહી હતી. તે મેચમાં બોલ આઉટથી મેચનું પરિણામ નીકળ્યું હતું.

નામીબિયાની ટીમે પહેલા બેટિંગ કરી. કેપ્ટન ગેરહાર્ડ ઈરાસમસ અને ડેવિડ વીઝા બેટિંગ માટે આવ્યો. બિલાલ ખાને બોલિંગની જવાબદારી સંભાળી પરંતુ ડેવિડ વિઝાએ પહેલા બોલ પર ચોગ્ગો, બીજા બોલ પર સિક્સર, ત્રીજા બોલ પર બે રન અને ચોથા બોલ પર એક રન લીધો. તે બાદ કેપ્ટન ઈરાસમસે અંતિમ બે મેચ પર બે ચોગ્ગા માર્યા. આ રીતે ઓવરમાં કુલ 21 રન બનાવ્યા.

ઓમાન તરફથી બેટિંગ માટે જીશાન મકસૂદ અને નસીમ ખુશી આવ્યા. ડેવિડ વીઝાએ બોલિંગની જવાબદારી સંભાળી. પહેલા બોલ પર કોઈ રન બન્યો નહીં. આગામી બોલ પર બે રન બન્યા અને ત્રીજા બોલ પર ખુશી બોલ્ડ થઈ ગયો. આ રીતે ટીમ માટે મેચ ખતમ થઈ ગઈ. પાંચમા બોલ પર બેટિંગ માટે ઓમાનનો કેપ્ટન આકિબ ઈલ્યાસ આવ્યો. તેણે આ બોલ પર એક રન લીધો અને અંતિમ બોલ પર સિક્સર મારી, પરંતુ મેચ નામીબિયાએ જીતી લીધી. ડેવિડ વીઝાના કારણે જ મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી કેમ કે તેણે અંતિમ બોલ પર એક રન બનવા દીધો નહોતો. આ રીતે તે આ મેચમાં જીતનો હીરો રહ્યો. 


Google NewsGoogle News