IPL 2025: ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું, ઋતુરાજ-રચિન બન્યા મેચના હીરો
IPL 2025: આજે (23 માર્ચ, 2025) આઈપીએલ 2025નો ત્રીજો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ(MI) વચ્ચે હતો. જેમાં ચેન્નઈની 4 વિકેટથી શાનદાર જીત થઈ છે.ચેન્નઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. મુંબઈએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈની ટીમે 19.1 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર મેચ પોતાના નામે કરી લીધી. આ રીતે ચેન્નઈએ પોતાની પહેલી જ મેચમાં જીત હાંસલ કરી છે. જણાવી દઈએ કે, CSK માટે નૂર અહમદે ચાર અને ખલીલ અહમદે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય નાથન એલિસ અને રવિચન્દ્ર અશ્વિનને એક-એક સફળતા મળી હતી. મુંબઈ તરફથી મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યા રમ્યા ન હતા. તેમની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપવામાં આવી હતી.
ઋતુરાજ-રચિન બન્યા મેચના હીરો
ચેન્નઈ ટીમ માટે ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવીન્દ્રએ શાનદાર ફિફ્ટી ફટકારી. રચિને 45 બોલમાં અણનમ 65 રનોની ઈનિંગ રમી. જ્યારે ગાયકવાડે 26 બોલ પર 53 રનની કપ્તાની ઈનિંગ રમી. ધોની અંતમાં ક્રીઝ પર આવ્યા, પરંતુ 2 બોલ રમીને ખાતુ ન ખોલાવી શક્યા અને અણનમ પરત ફર્યા. મુંભઈ માટે સ્પિનર વિગ્નેશ પુથુરે 3 વિકેટ ઝડપી હતી.
CSK અને MIની પ્લેઇંગ-11
CSKની પ્લેઇંગ-11: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, દીપક હુડા, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, સેમ કરન, MS ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, નાથન એલિસ અને ખલીલ અહેમદ
ઇમ્પેક્ટ: રાહુલ ત્રિપાઠી, કમલેશ નાગરકોટી, વિજય શંકર, જેમી ઓવરટન, શેખ રશીદ.
MIની પ્લેઇંગ-11: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, રોબિન મિંઝ, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને સત્યનારાયણ રાજુ
ઇમ્પેક્ટ: વિગ્નેશ પુથુર, અશ્વની કુમાર, રાજ અંગદ બાવા, કોર્બિન બોશ અને કરણ શર્મા.