ટી20 વર્લ્ડકપ: સુપર-8 જ ટીમ ઈન્ડિયા માટે અસલ પડકાર, ઓસ્ટ્રેલિયા સહિત આ 3 દેશો સાથે થશે મુકાબલો

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
ટી20 વર્લ્ડકપ: સુપર-8 જ ટીમ ઈન્ડિયા માટે અસલ પડકાર, ઓસ્ટ્રેલિયા સહિત આ 3 દેશો સાથે થશે મુકાબલો 1 - image


Image Source: Twitter

Indian Team Super-8 Matches: ટી20 વર્લ્ડકપના રાઉન્ડ-1માં સતત ત્રણ જીત હાસંલ કરીને ભારતીય ટીમ બીજા રાઉન્ડ એટલે કે, સુપર-8માં પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બાદ ટીમ આ સિઝનમાં સુપર-8માં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. અમેરિકાને ગ્રુપની પોતાની ત્રીજી મેચમાં હરાવીને ભારતે બીજા રાઉન્ડમાં સ્થાન બનાવી લીધુ છે. હવે ભારતની ખરી કસોટી થવાની છે. કારણ કે સુપર-8માં એક હારથી ભારતનું ટુર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ વધી જશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ભારત આ રાઉન્ડમાં કઈ 3 ટીમો સામે ટકરાશે.

ટીમ ઈન્ડિયા સુપર-8માં પહોંચતા જ એ નક્કી થઈ ગયુ છે કે, તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે પણ થશે. ઓસ્ટ્રેલિયા અને ભારત ગ્રુપ-1માં રહેશે. આ બંને ટીમો વચ્ચે આ મુકાબલો 24 જૂનના રોજ ડેરેન સેમી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. આ મેચ પર તમામની નજર રહેશે. ખાસ કરીને છેલ્લી બે ICC ઈવેન્ટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા જ એ ટીમ રહી છે જેણે ભારત પરથી ટ્રોફી છીનવી લીધી છે. આવી સ્થિતિમાં આ વખતે ભારત ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલ તરફ આગળ વધવા ઈચ્છશે. જોકે, આ ભારતની સુપરની છેલ્લી મેચ હશે. આ પહેલા વધુ બે મેચ રમવાની રહેશે.

આવી રીતે થશે બાકીની બે ટીમોનો નિર્ણય

ભારત-ઓસ્ટ્રેલિયા ગ્રુપ-Aમાં છે અને હવે આ ગ્રુપમાં વધુ બે ટીમો આવશે. ગ્રુપ-ડી ની બીજા નંબરની ટીમ અને ગ્રુપ-સીની પ્રથમ નંબરની ટીમ. સુપર-8માં ભારતનો મુકાબલો આ બંને ટીમો સાથે થશે. આવી સ્થિતિમાં જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારતનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન સામે થવાની શક્યતા છે, જે ગ્રુપ ટોપ કરવાની રેસમાં સૌથી આગળ છે. બીજી તરફ ગ્રુપ ડીમાં બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળ બીજા સ્થાન માટે સંઘર્ષ કરી રહ્યા છે. આગામી મેચોમાં તસવીર સ્પષ્ટ થઈ જશે કે ભારત સુપર-8ની પ્રથમ બે મેચ કોની સામે રમશે.


Google NewsGoogle News