IPL 2024 : હાર્દિક પંડ્યાની સામે નવો પડકાર, આજે SRHના આ ત્રણ ખેલાડીઓ ભારે પડી શકે
બંને ટીમો વચ્ચેની મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે
Image:IANS |
SRH vs MI : IPL 2024ની આઠમી મેચમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ બંને ટીમોએ આ સિઝનમાં હજુ સુધી એકપણ મેચ જીતી નથી. આજે રમાનાર મેચમાં હૈદરાબાદના ત્રણ ખેલાડીઓ હાર્દિક પંડ્યા માટે પડકાર સાબિત થઇ શકે છે. હેનરિક ક્લાસેન, મયંક અગ્રવાલ અને નટરાજન હૈદરાબાદ માટે અજાયબી કરી શકે છે. ક્લાસને છેલ્લી મેચમાં શાનદાર બેટિંગ કરી હતી.
હેનરિક ક્લાસેન
ક્લાસેન ફોર્મમાં છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની છેલ્લી મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ક્લાસને 29 બોલમાં 63 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 છગ્ગા ફટકાર્યા હતા. IPLમાં તેણે અત્યાર સુધી 20 મેચ રમી છે. આ દરમિયાન તેણે 577 રન બનાવ્યા છે. ક્લાસને IPLમાં 1 સદી અને 3 ફિફ્ટી ફટકારી છે. તે મુંબઈ સામે પણ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
મયંક અગ્રવાલ
મયંક અગ્રવાલ હૈદરાબાદના સક્ષમ ખેલાડીઓમાંથી એક છે. તે અનુભવી છે. મયંકે છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 21 બોલમાં 32 રન બનાવ્યા હતા. આ દરમિયાન 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. મયંક અને ક્લાસેન છેલ્લી મેચમાં હૈદરાબાદને જીત અપાવી શક્યા ન હતા. પરંતુ આ મેચમાં બંને ખેલાડીઓ અજાયબી કરી શકે છે. મયંક અત્યાર સુધીમાં 124 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 2633 રન બનાવ્યા છે.
ટી નટરાજન
હૈદરાબાદની ટીમ ટી નટરાજનનો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકે છે. તેણે KKR સામે 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી. નટરાજને વેંકટેશ અય્યર, શ્રેયસ અય્યર અને રિંકુ સિંહને આઉટ કર્યા હતા. તે IPLમાં અત્યાર સુધીમાં 48 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 51 વિકેટ લીધી છે. એક મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 10 રન આપીને 3 વિકેટ લેવાનું રહ્યું છે. હૈદરાબાદ તેને ફરી એકવાર તક આપી શકે છે. મુંબઈ સામેની મેચમાં હૈદરાબાદની ટીમના પ્લેઈંગ-11માં ફેરફારની શક્યતા ઓછી છે.