Get The App

IPL 2025: સાઉથ આફ્રિકાના આ ખેલાડીને રૂ.23 કરોડમાં રિટેન કરી શકે છે SRH! જાણો લિસ્ટમાં બીજા કોનું નામ

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
IPL 2025: સાઉથ આફ્રિકાના આ ખેલાડીને રૂ.23 કરોડમાં રિટેન કરી શકે છે SRH! જાણો લિસ્ટમાં બીજા કોનું નામ 1 - image


IPL 2025, Sunrisers Hyderabad May Retain Heinrich Klaasen : આગામી IPL 2025ના મેગા ઓકશન પહેલા તમામ ફ્રેન્ચાઈઝીઓએ પોતે રિટેન કરનાર ખેલાડીઓની યાદી 31 ઓક્ટોબર સુધીમાં BCCIને સોંપવાની છે. મળતી માહિતી અનુસાર મોટાભાગની ફ્રેન્ચાઈઝીઓએ યાદી તૈયાર કરી લીસી છે. જેમ કે સનરાઇઝર્સ હૈદરાબાદ વિશે સમાચાર છે કે આ વખતે ફ્રેન્ચાઇઝી 3 વિદેશી અને 2 ભારતીય ખેલાડીઓને રિટેન કરી શકે છે. હજુ સુધી કોઈ પણ ટીમે યાદી બહાર પાડી નથી. 

સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2024ની સિઝન માટે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. મિચેલ સ્ટાર્ક (24.75 કરોડ) પછી કમિન્સ IPL 2024માં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. પરંતુ પેટ કમિન્સ IPL 2025માં અન્ય ખેલાડીથી પાછળ રહી શકે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ હેનરિક ક્લાસેનને 23 કરોડ રૂપિયામાં રિટેન કરી શકે છે.  

એક અહેવાલ અનુસાર સનરાઇઝર્સ હૈદરાબાદ હેનરિક ક્લાસેન સિવાય પેટ કમિન્સ અને અભિષેક શર્માને રિટેન કરશે. આ સિવાય ટ્રેવિસ હેડ અને નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાં રિટેન કરી શકશે. કમિન્સને 18 કરોડમાં અને અભિષેક શર્માને 14 કરોડમાં રિટેન કરી શકાય છે. પેટ કમિન્સ આગામી સિઝનમાં પણ સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. IPLમાં કોઈપણ ફ્રેન્ચાઈઝી એક સિઝનમાં ખેલાડીઓ પર વધુમાં વધુ 120 કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકે છે.

આ પણ વાંચો : IPL 2025: ગુજરાત ટાઈટન્સને છોડી મેગા ઓક્શનમાં ઉતરવા માંગે છે શુભમન ગિલ? જાણો કેમ વહેતી થઈ અટકળો

IPL 2024ની સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ફાઇનલમાં પહોંચ્યું હતું. જો કે, તે ટાઈટલ જીતવામાંથી ચૂકી ગયું હતું. હૈદરાબાદને હરાવીને કોલકાતા નાઈટ રાઈડર્સે સનારીઝારસે IPLનો ખિતાબ જીત્યો હતો. 


Google NewsGoogle News