IPL 2024 નો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર નહીં રમે ટી20 વર્લ્ડકપ, કેપ્ટને મનાવ્યો છતાં તૈયાર ન થયો
Image Source: Twitter
T20 World Cup 2024: IPL 2024 અનેક ક્રિકેટરો માટે ટી20 વર્લ્ડકપનો રસ્તો બની છે. પછી ભલે તે શિવમ દૂબે હોય કે, વિલ જૈક્સ હોય. એવા અનેક ક્રિકેટરો છે જેમણે IPLમાં શાનદાર પ્રદર્શન કરીને ટી20 વર્લ્ડકપ માટે જાહેર કરવામાં આવેલ નેશનલ ટીમમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. પરંતુ શું તમે વિશ્વાસ કરશો કે, IPL 2024નો બેસ્ટ પ્લેયર ટી20 વર્લ્ડકપમાં નહીં રહેશે. એવો ક્રિકેટર જેણે IPLમાં 400થી વધુ રન બનાવ્યા છે અને 14થી વધુ વિકેટ ઝડપી છે. તે દર્શકોમાં તો જોવા મળશે પરંતુ ડ્રેસિંગ રૂમમાં નહીં.
સુનીલ નરેન IPLની ઓરેન્જ કેપની લિસ્ટમાં ત્રીજા નંબર પર
વાત થઈ રહી છે સુનીલ નરેનની જે IPLની ઓરેન્જ કેપની લિસ્ટમાં ત્રીજા નંબર પર છે અને પર્પલ કેપની લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સના ઓલરાઉન્ડર સુનીલ નરેને આ ટી20 લીગમાં 41.90ની એવરેજ અને 183.66ની સ્ટ્રાઈક રેટથી 461 રન બનાવ્યા છે. જેમાં એક સદી પણ સામેલ છે. તેણે 14 વિકેટ ઝડપી છે અને માત્ર 5 બોલર તેના કરતા વધુ વિકેટ લઈ શક્યા છે, તે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં નજર નહીં આવશે.
કેપ્ટને મનાવ્યો છતાં તૈયાર ન થયો
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમન પોવેલે સુનીલ નરેનને મનાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ ન માન્યા. પોવેલે જાહેર નિવેદનોમાં કહ્યું કે, તે ઈચ્છે છે કે, નરેન વેસ્ટ ઈન્ડિઝની વર્લ્ડ કપ ટીમનો હિસ્સો બને. પોવેલે કાયરન પોલાર્ડ સહીત અનેક દિગ્ગજો દ્વારા પણ પોતાની વાત નરેન સુધી પહોંચાડી છે. પરંતુ નરેને સ્પષ્ટ કરી દીધુ છે કે, મેં ખૂબ જ સમજી વિચારીને સંન્યાસ લીધો છે અને હવે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વારસી નહીં કરશે. સુનીલ નરેને નવેમ્બર 2023માં જ સંન્યાસનું એલાન કર્યું હતું.
34 વર્ષીય સુનીલ નરેન વેસ્ટ ઈન્ડિઝ માટે 6 ટેસ્ટ, 65 વનડે અને 51 ટી20 મેચ રમ્યો છે. તે છેલ્લી ટી20 ઈન્ટરનેશનલ મેચ 2019માં રમ્યો હતો. ત્યારબાદથી તે વેસ્ટ ઈન્ડિઝ માટે ક્યારેય નથી રમ્યો. જોકે, તે IPL સહીત વિશ્વની તમામ ટી20 લીગમાં સુનીલ સતત રમી રહ્યો છે. તે અત્યાર સુધીમાં 509 ટી20 મેચ રમ્યો છે. તેણે આ મેચોમાં 549 વિકેટ ઝડપી છે અને 4195 રન પણ બનાવ્યા છે.