Get The App

મારી ઈચ્છા છે કે T20 વર્લ્ડ કપમાં રિષભ પંત ટીમ ઈન્ડિયાનો ભાગ બને : ગાવસ્કર

જો હું પસંદગીકાર હોત, તો હું તેનું નામ સૌથી આગળ રાખીશ - ગાવસ્કર

ભારતીય ખેલાડીઓમાં સિલેકશન માટે સારી સ્પર્ધા જોવા મળી રહી છે

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
મારી ઈચ્છા છે કે T20 વર્લ્ડ કપમાં રિષભ પંત ટીમ ઈન્ડિયાનો ભાગ બને : ગાવસ્કર 1 - image
Image:File Photo

Sunil Gavaskar On Rishabh Pant : ICC T20 World Cup 2024 જૂન મહિનામાં યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાશે. પરંતુ ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતના રમવા પર સસ્પેન્સ અકબંધ છે. જો કે રિષભના T20 World Cup 2024માં રમવા અંગે પૂર્વ ભારતીય ખેલાડી સુનિલ ગાવસ્કરે મોટું નિવેદન આપ્યું છે. ગાવસ્કરનું માનવું છે કે વર્લ્ડકપ માટે ભારતીય સ્ક્વોડમાં વિકેટકીપરના સ્થાન માટે 3 ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળશે. પરંતુ ગાવસ્કર ઈચ્છે છે કે T20 World Cup 2024માં પંત ભારતીય ટીમનો ભાગ બને.

જો હું પસંદગીકાર હોત, તો હું તેનું નામ સૌથી આગળ રાખ્યું હોત - ગાવસ્કર

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ‘હું કે.એલ રાહુલને વિકેટકીપર બેટ્સમેન તરીકે જોઈ રહ્યો છું. પરંતુ તે પહેલા હું એક વાત કહેવા માંગુ છું કે જો રિષભ પંત ફિટ છે તો તેણે ટીમમાં આવવું જોઈએ, કારણ કે તે દરેક ફોર્મેટમાં ગેમ ચેન્જર છે. જો હું પસંદગીકાર હોઉં, તો હું તેનું નામ સૌથી આગળ રાખીશ. આ સારું રહેશે અને ટીમમાં સંતુલન પણ બનાવશે. જો રિષભ પંત ટીમનો ભાગ છે, તો તમારી પાસે તેનો ઓપનર અથવા મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ઉપયોગ કરવાનો વિકલ્પ હશે.’

ભારતીય ખેલાડીઓમાં સિલેકશન માટે સારી સ્પર્ધા જોવા મળી રહી છે

સુનિલ ગાવસ્કરે વધુમાં કહ્યું, ‘T20 World Cupના ટીમ સિલેકશન માટે ભારતીય ખેલાડીઓમાં એક સારી સ્પર્ધા જોવા મળી રહી છે. તમામ 3 ખેલાડીઓ વિકેટકીપર તરીકે સારા છે. અમે જિતેશ શર્માને જોયો છે, તે એક ખુબ સારો ફિનિશર અને સ્ટ્રાઈકર છે.’ તેણે વધુમાં કહ્યું, ‘T20 ફોર્મેટમાં સામાન્ય રીતે વિકેટકીપર પાછળ રહે છે, એવું બહુ ઓછું હોય છે કે જયારે તેઓ સ્ટમ્પની નજીક હોય છે. જેથી ભલે તમારી પાસે વિકેટકીપિંગમાં એટલી કુશળતા ન હોય, પરંતુ જો તમારી પાસે બેટિંગ અને ફોર્મ હોય, તો તમે ટીમમાં પાછા આવી શકો છો.’

મારી ઈચ્છા છે કે T20 વર્લ્ડ કપમાં રિષભ પંત ટીમ ઈન્ડિયાનો ભાગ બને : ગાવસ્કર 2 - image


Google NewsGoogle News