IND vs SA : ‘તે વધારે આક્રમક છે…’ શુભમન ગિલના ટેસ્ટમાં ફેલ થવા પાછળનું ગાવસ્કરે જણાવ્યું કારણ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ કેપ ટાઉનમાં રમાનાર છે.

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
IND vs SA : ‘તે વધારે આક્રમક છે…’ શુભમન ગિલના ટેસ્ટમાં ફેલ થવા પાછળનું ગાવસ્કરે જણાવ્યું કારણ 1 - image
Image:Twitter

IND vs SA 2nd Test : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ હતી. આ મેચમાં ભારતને એક ઇનિંગ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમનો યુવા બેટ્સમેન શુભમન ગિલ સેન્ચુરિયન ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. તેણે સુપરસ્પોર્ટ પાર્કમાં પ્રથમ ઇનિંગમાં 2 અને બીજી ઇનિંગમાં 26 રન બનાવ્યા હતા.

ગાવસ્કરે શુભમન ગિલને આપી સલાહ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરે શુભમન ગિલને ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ કરતી વખતે આક્રમકતા પર નિયંત્રણ રાખવા કહ્યું હતું. ગાવસ્કરે ગિલને વ્હાઈટ બોલની સરખામણીમાં ટેસ્ટ ક્રિકેટની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની સલાહ આપી હતી.

ગિલને આ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ

ગાવસ્કરે એક ચેનલ સાથે વાતચીત દરમિયાન કહ્યું, ‘મને લાગે છે કે ગિલ ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ જ આક્રમક રીતે રમી રહ્યો છે. જયારે તમે ટેસ્ટ ક્રિકેટ રમો છો ત્યારે T20I અને ODIની સરખામણીમાં આમાં થોડો અંતર જોવા મળે છે. રેડ બોલ હવા અને પિચની બહાર વ્હાઈટ બોલની તુલનામાં વધુ સ્પિન થાય છે અને વધુ બાઉન્સ થાય છે. ગિલને આ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ.’

‘ગિલ ટૂંક સમયમાં તેની લય પ્રાપ્ત કરી લેશે’

ગાવસ્કરે આશા વ્યક્ત કરી છે કે ગિલ ટૂંક સમયમાં તેની લય પ્રાપ્ત કરી લેશે. ગાવસ્કરે આ વિશે કહ્યું, ‘ગિલે તેના કરિયરની શરૂઆત ખુબ જ સારી રીતે કરી હતી અને અમે તેના શોટ્સની પ્રશંસા પણ કરી હતી. તે તેની જૂની ફોર્મમાં પાછો જોવા મળશે તેવી આશા કરી શકીએ છીએ. આશા કરું છું કે તે સખત ટ્રેનિંગ કરશે અને ભવિષ્યમાં સારું પ્રદર્શન કરશે.’

IND vs SA : ‘તે વધારે આક્રમક છે…’ શુભમન ગિલના ટેસ્ટમાં ફેલ થવા પાછળનું ગાવસ્કરે જણાવ્યું કારણ 2 - image


Google NewsGoogle News