Get The App

શુભમન ગિલ પર બરાબરના અકળાયા સુનિલ ગાવસ્કર, કોમેન્ટ્રી બોક્સથી જ કરી દીધી ટીકા!

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
શુભમન ગિલ પર બરાબરના અકળાયા સુનિલ ગાવસ્કર, કોમેન્ટ્રી બોક્સથી જ કરી દીધી ટીકા! 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી 2024 શનિવાર

પૂર્વ ભારતીય કેપ્ટન અને વર્તમાન એક્સપર્ટ અને કમેન્ટેટર સુનીલ ગાવસ્કરે શુભમન ગિલની વિકેટ થ્રો કરવાના કારણે ટીકા કરી છે. હૈદરાબાદમાં રમાઈ રહેલી ઈન્ડિયા V/S ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચના પહેલા દિવસે ગિલે વિકેટ પર ટકી રહેવા માટે ખૂબ મહેનત કરી. એક તરફ યશસ્વી તાબડતોડ બેટિંગ કરી રહ્યા હતા બીજી તરફ ગિલ વિકેટ બચાવવાના પ્રયત્નમાં ડિફેન્સિવ શોટ્સ રમી રહ્યા હતા. તેમની નજર બીજા દિવસે મોટો સ્કોર કરવા પર હતી. તેઓ પહેલા દિવસે તો પોતાની વિકેટ બચાવવામાં સફળ રહ્યા પરંતુ બીજા દિવસે પોતાની વિકેટ થ્રો કરીને તેમણે પૂરી મહેનત પર પાણી ફેરવી દીધુ. સુનીલ ગાવસ્કર કોમેન્ટ્રી બોક્સમાં બેઠા-બેઠા જ ગિલ પર વરસ્યા.

ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન કહ્યુ, તે કયા પ્રકારનો શોટ રમવા માગતો હતો? આ ત્યારે સમજાઈ જાય છે જ્યારે તે હવામાં શોટ રમવાને જોઈ રહ્યો હતો પરંતુ આ માત્ર એક ખરાબ ઓન-ડ્રાઈવ હતી. તેણે પૂરતી મહેનત કરી અને પછી તેણે આ પ્રકારનો શોટ રમ્યો.

શુભમન ગિલની વિકેટ ઈંગ્લેન્ડને 35મી ઓવરની 5મા બોલ પર મળી. ટોમ હાર્ટલીના બોલ પર ઓન ડ્રાઈવ લગાવવાના પ્રયત્નમાં ગિલ બેન ડકેટને પોતાનો કેચ આપી બેસ્યો. ગિલની ઈનિંગનો અંત 23ની નજીકના સ્કોર પર થયો. તેમણે આ દરમિયાન 66 બોલનો સામનો કરતા માત્ર 2 જ ચોગ્ગા માર્યા.

ગિલે પોતાની નાની ટેસ્ટ કરિયરમાં ઘણી વખત આવા વિકેટ થ્રો કર્યા છે જેના કારણે તેમને હવે ટીકાનો સામનો કરવો પડ્યો છે. તેઓ હજુ સુધી રેડ બોલ ક્રિકેટમાં ચાર વખત 50 રનનો આંકડો પાર કરી શક્યા છે. જેમાં ગાબાની તે 91 રનની ઈનિંગ પણ સામેલ છે, પરંતુ તેઓ એક વખત પણ થ્રી ડિજિટ માર્ક સુધી પહોંચી શક્યા નથી. 

અત્યાર સુધી રમેલી 38 ઈનિંગમાં ગિલે 10 વખત 25 રનનો આંકડો પાર કર્યો પરંતુ તે અડધી સદી સુધી પહોંચી શક્યા નહીં. તેમની પાસે ટેલેન્ટ ખૂબ છે પરંતુ રેડ બોલ ક્રિકેટમાં આવી વિકેટ થ્રો કરવી તેમના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. 


Google NewsGoogle News