મોટાપાના કારણે ટીમથી બહાર થયો ભારતીય ક્રિકેટર તો સમર્થનમાં ઉતર્યા સુનિલ ગાવસ્કર, કહ્યું- વજનથી યોગ્યતા નક્કી ન થાય
Sunil Gavaskar On Prithv Shaw : ભવિષ્યમાં જે ને ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી તરીકે જોવામાં આવતો હતો. એવા પૃથ્વી શૉ હાલમાં વિવાદોમાં સપડાઈ ગયો છે. જેના કારણે તેની ક્રિકેટ કારકિર્દી પર નકારાત્મક અસર પડી છે. પૃથ્વી તેની ફિટનેસને લઈને ચર્ચામાં છે. જેના કારણે તેને રણજી ટ્રોફીમાં મુંબઈની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ વિવાદની વચ્ચે દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પૃથ્વીનું સમર્થન કર્યું છે.
સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, 'જો પૃથ્વી શૉને એપ્ટિટ્યુડ અને શિસ્તનું પાલન ન કરવાને કારણે બહાર કરવામાં આવ્યો હોય તો તે કારણને યોગ્ય ગણી શકાય છે. મેં ક્યાંક વાંચ્યું કે પૃથ્વી શૉને તેના વજનના કારણે બહાર રાખવામાં આવ્યો છે. પરંતુ હું આશા રાખું છું કે તેને વજનના કારણે બહાર નહી રાખવામાં આવ્યો હોય. એવું કહેવામાં આવ્યું હતું કે તેના શરીરની ચરબી 35 ટકા વધુ છે.'
ખેલાડીઓનાની ફિટનેસના મૂલ્યાંકનને લઈને સુનીલ ગાવસ્કરે વધુમાં જણાવ્યું હતું કે, 'આપણે જોયું કે કેવી રીતે સરફરાઝ ખાને બેંગલુરુમાં રમાયેલી ટેસ્ટ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. પોતાના વજનના કારણે સમાચારોમાં રહેનારા સરફરાઝે 150 રનની ઇનિંગ રમીને સાબિત કર્યું કે તમારુ બોડી સ્ટ્રક્ચર કે વજન નક્કી નથી કરતા કે તમારી ફિટનેસ કેવી છે?'
આ પણ વાંચો : શાનદાર બેટિંગ બાદ પણ KKRમાંથી આ ખેલાડીની થઈ શકે છે હકાલપટ્ટી, રિટેન થવાની કોઈ આશા નહીં
ગાવસ્કરનું માનવું છે કે, ક્રિકેટમસ ફિટનેસની વાસ્તવિક વ્યાખ્યા એવી હોવી જોઈએ કે બેટર 150થી વધુ રન બનાવી શકે અથવા તો આખો દિવસ રમવા માટે સક્ષમ હોય. અને 20 ઓવર ફેંકી શકે તેવો બોલર ક્રિકેટની દૃષ્ટિએ ફિટ છે.