સુનિલ છેત્રીની નિવૃત્તિ બાદ અજંપાની સ્થિતિ
ભારતીય ફૂટબોલની ઓળખ બની રહેલા સુનિલ છેત્રીએ તેની લગભગ ૨૦ વર્ષની કારકિર્દીની ફાઈનલ વ્હીસલ આ વર્ષે વગાડતા એક આખા યુગનો અંત આવી ગયો હતો. સુનિલ છેત્રીએ ભારતીય ફૂટબોલમાં સૌથી વધુ ૧૫૧ મેચ રમવાનો અને સૌથી વધુ ૯૪ ગોલ ફટકારવાનો રેકોર્ડ સાથે વિદાય લીધી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ ગોલ ફટકારવામાં એક સમયે મેસી કરતાં આગળ સ્થાન ધરાવતો સુનિલ નિવૃત્તિના સમયે ચોથા ક્રમે આવી ગયો હતો. રોનાલ્ડો (૧૩૫ ગોલ), મેસી (૧૧૨) અને અલી ડાઈ (૧૦૮) જ સુનિલની આગળ છે. સુનિલની નિવૃત્તિની સાથે ભારતીય પુરુષ ફૂટબોલ ટીમ માટે ૨૦૨૪નું વર્ષ અત્યંત નિરાશાજનક રહ્યું હતુ અને તેઓ એક પણ મેચ જીતી શક્યા ન હતા.