'બકવાસ બંધ કરો..' હારથી અકળાયેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનને ભારતીય દિગ્ગજનો જડબાતોડ જવાબ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
'બકવાસ બંધ કરો..' હારથી અકળાયેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનને ભારતીય દિગ્ગજનો જડબાતોડ જવાબ 1 - image


Image: Facebook

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ 2024ની સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવીને ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચવાના પોતાના 10 વર્ષના દુકાળને તોડી દીધો. ભારતની શાનદાર જીતે પૂરી દુનિયામાં ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખુશીની લહેર દોડાવી દીધી. દરેક ગલી-મહોલ્લામાં ભારતીયોએ આ સિદ્ધિનો જશ્ન મનાવ્યો. જોકે, ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનને ભારતના ફાઈનલમાં પહોંચવા પાછળ ષડયંત્ર જોવા મળી રહ્યું હતું. તેણે કહ્યું કે ગયાના ભારતીય ટીમ માટે એક શ્રેષ્ઠ મેદાન હતું, તેથી આ પરિણામ આવ્યું. તેની પર ભારતના મહાન ખેલાડી હરભજન સિંહે વોનને જડબાતોડ જવાબ આપ્યો છે.

ભારતને ફાઈનલમાં પહોંચાડવા માટે ષડયંત્ર રચાયુ- માઈકલ વોનનો દાવો

ઈંગ્લેન્ડની હારને ન પચાવી શકનાર પૂર્વ કેપ્ટન માઈકલ વોને ટ્વીટ કરી- જો ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવી દીધું હોત તો તેને ત્રિનિદાદ સેમિ ફાઈનલ મળી જાય અને મારું માનવું છે કે તે ગેમ જીતી જાત. તેથી કોઈ ફરિયાદ નથી કે તે સારા રહ્યા નથી પરંતુ ગયાના ભારત માટે એક શાનદાર સ્થળ રહ્યું છે. જવાબમાં હરભજને ઉધડો લીધો.

હરભજન સિંહનો જડબાતોડ જવાબ

હરભજન સિંહે જવાબ આપતા લખ્યું- તમને શું લાગે છે કે ગયાના ભારત માટે એક સારું સ્થળ હતું. બંને ટીમો એક જ સ્થળ પર રમી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીત્યો જે એક ફાયદો હતો. મૂર્ખતા કરવાનું બંધ કરો. ઈંગ્લેન્ડને ભારતે તમામ વિભાગોમાં માત આપી. આ તથ્યનો સ્વીકાર કરો અને આગળ વધો અને પોતાની બકવાસ પોતાની પાસે રાખો. તર્કની વાત કરો, બકવાસની નહીં. 

વોને વેન્યૂ પર ઉઠાવ્યા સવાલ

વોન ટી20 વર્લ્ડ કપ 2024માં સેમિ ફાઈનલ માટે સ્થાન પરિવર્તન વિશે સતત વાત કરી રહ્યો છે. તેણે ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે સેમિ ફાઈનલની શરૂઆતથી પહેલા અમુક પોસ્ટ પણ શેર કરી, જેમાં જણાવવામાં આવ્યું કે રોહિત શર્માની ટીમે મૂળ રીતે ત્રિનિદાદમાં પોતાની સેમિ ફાઈનલ રમવાની હતી પરંતુ બાદમાં સ્થાન બદલીને ગયાના કરી દેવામાં આવ્યુ. જોકે, પોતાની પોસ્ટમાં વોને એ પણ સ્વીકાર કર્યો કે તે દિવસે ભારત ઈંગ્લેન્ડથી શ્રેષ્ઠ ટીમ હતી. 

તેણે એક અન્ય પોસ્ટમાં કહ્યું- ભારત નક્કી રીતે ફાઈનલમાં પહોંચવાનું હકદાર છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ટીમ. આ પિચ પર ઈંગ્લેન્ડ માટે હંમેશાથી જ મુશ્કેલ રહ્યું છે. ભારત ઓછી ધીમી સ્પિનિંગ પિચ પર ખૂબ શ્રેષ્ઠ છે. ઈંગ્લેન્ડે હાઈ ટીમો સામે 4 માંથી 3 ગેમ ગુમાવી છે. તેથી તેમને કોઈ ફરિયાદ હોય નહીં. બસ એટલું સારુ રહ્યું નથી. 50 ઓવરના વર્લ્ડ કપ બાદ આ સ્પષ્ટ થઈ ગયું છે કે ઈંગ્લેન્ડને ધીમી વિકેટ પર રમવા માટે આકરી મહેનત કરવી પડી. 


Google NewsGoogle News