Get The App

સ્ટાર ગુજરાતી ખેલાડીએ જ લીધી રવિન્દ્ર જાડેજાની જગ્યા? BCCIએ જુઓ કોને આપી પ્રાથમિકતા

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
Ravindra Jadeja has been dropped from Team India by the BCCI
File Photo

Ravindre Jadeja Was Not Included In The Team: શ્રીલંકામાં યોજાનારી ત્રણ-ત્રણ મેચની વનડે અને T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ગઈ છે. સૂર્યકુમાર યાદવ T20 સીરિઝ માટે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. જયારે રોહિત શર્માને વનડે સીરિઝ માટેનું સુકાન સોપાયું છે. શુભમન ગિલને T20 અને વનડે બંને સીરિઝ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ આ વખતે ડાબોડી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વનડે ટીમમાં સ્થાન મળ્યું નથી. 'સર' જાડેજાએ ગયા મહિને યોજાયેલા T20 વર્લ્ડકપમાં ભારતે ખિતાબ જીત્યા બાદ T20I માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જો કે, જાડેજાએ ત્યારે સ્પષ્ટ કર્યું હતું કે તે વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં દેશ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવાનું ચાલુ રાખશે.

જાડેજાના વિકલ્પ તરીકે અક્ષર-સુંદર ઉભરી આવ્યા છે

રવિન્દ્ર જાડેજાને છોડવામાં આવ્યો છે કે પછી તેને આરામ આપ્યો છે તેના પર બીસીસીઆઈ દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. જોકે મનાઈ રહ્યું છે કે પસંદગીકારોએ અન્ય વિકલ્પો સામે પોતાનું ધ્યાન દોર્યું છે. વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ મર્યાદિત ઓવરની મેચમાં જાડેજાના વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. અક્ષરે T20 વર્લ્ડકપ 2024માં જોરદાર પ્રદર્શન કર્યું હતું. અક્ષરે વર્લ્ડકપની ફાઇનલમાં 47 રનની તોફાની ઇનિંગ રમીને ભારતને મુશ્કેલીમાંથી ઉગાર્યું હતું. જયારે વોશિંગ્ટન સુંદરે ઝિમ્બાબ્વે સામેની તાજેતરની T20 સીરિઝમાં બધાને પ્રભાવિત કર્યા હતા. તેને ઓફ-બ્રેક બોલિંગથી 8 વિકેટ ઝડપી હતી. જ્યારે T20 વર્લ્ડકપ 2024માં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું.

આ પણ વાંચો: તો ગુજરાત ટાઈટન્સના માલિક બદલાઈ જશે, બે ગુજરાતી કંપનીઓ વચ્ચે રસાકસી

હાલમાં જાડેજા ઈજા સામે સંઘર્ષ કરી રહ્યો છે

રવિન્દ્ર જાડેજા ગયા વર્ષે ભારતમાં રમાયેલા ક્રિકેટ વર્લ્ડકપ 2024નો પણ ભાગ હતો. વર્ષ 2023માં જાડેજાએ 23 વનડે મેચ રમી હતી જેમાં તેણે 30.90ની સરેરાશથી 309 રન બનાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો તેણે 4.60ના ઈકોનોમી રેટથી 31 વિકેટ ઝડપી હતી. ગયા વર્ષે તેને વનડેમાં ઘણી તકો મળી હતી અને વનડે ક્રિકેટમાં એકંદરે તેનું પ્રદર્શન સારું હતું. જાડેજા હાલમાં ઈજાઓથી ઝઝૂમી રહ્યો છે. જેના કારણે તેની ફિલ્ડિંગ પર પણ અસર પડી રહી છે. આ સ્થિતિમાં પસંદગીકારોએ જાડેજાને માત્ર ટેસ્ટ ક્રિકેટમાં જ તક આપવાનો નિર્ણય લીધો છે.

શ્રીલંકા સામે ભારતની T20 સંભાવિત ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ , વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.

શ્રીલંકા સામે ભારતની વનડે સંભવિત ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ અને હર્ષિત રાણા.

ભારત-શ્રીલંકા મેચનું સમયપત્રક

27 જુલાઈ- પહેલી T20, પલ્લેકલ

28 જુલાઈ- બીજી T20, પલ્લેકેલ

30 જુલાઇ- ત્રીજી T20, પલ્લેકે

2 ઓગસ્ટ- પહેલી વનડે, કોલંબો

4 ઓગસ્ટ- બીજી વનડે, કોલંબો

7 ઓગસ્ટ- ત્રીજી વનડે, કોલંબો


Google NewsGoogle News