ખેલ મહાકુંભ 2023-24 અંડર-14 ફૂટબોલ ટુર્નામેન્ટમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ ચેમ્પિયન્સ
અમદાવાદ જિલ્લાની કુલ 35 ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધો
ઝેવિયર્સ સ્કૂલ તરફથી જલય ભટ્ટે સૌથી વધુ 6 ગોલ કર્યા
Khel Mahakumbh 2023-24 U14 Football Tournament : ખેલ મહાકુંભ 2023-24 આંતર શાળાકીય સ્પર્ધામાં નારણપુરા વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ (St. Xavier's School Loyola Hall) પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓની ટીમ અંડર-14 ફૂટબોલ(ભાઈઓ) ખેલ મહાકુંભ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની છે.
અમદાવાદ જિલ્લાની કુલ 35 ટીમોએ ભાગ લીધો
શહેરના પૂર્વ વિસ્તાર નિકોલ સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે આ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં અમદાવાદ જિલ્લાની કુલ 35 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ પ્રાથમિક વિભાગની શાળાએ ફાઈનલ મેચમાં શાહીબાગની રચના સ્કૂલને 3 -1 ગોલથી હાર આપીને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની હતી.
તત્વ દિવ્યેશ્વરે ડિફેન્સ ટીમના ત્રણ ગોલ રોક્યા
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફથી આ ફાઈનલ મેચમાં પ્રથમ ગોલ એરોન સુજીતે જ્યારે 2 ગોલ જલય ભટ્ટે નોંધાવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં એક તબક્કે અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ સામેની મેચમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ 1-0થી પાછળ હતી, તે સમયે સેકન્ડ હાલ્ફમાં અંતિમ સમયે જલય ભટ્ટે એક ગોલ કરી દેતા 1-1 સ્કોર સાથે મેચ પૂરી થઈ હતી. ત્યારબાદ પેનલ્ટી શૂટ આઉટમાં તત્વ દિવ્યેશ્વરે ડિફેન્સ ટીમના ત્રણ ગોલ રોકી દેતા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ વિજેતા બની હતી.
જલય ભટ્ટે સૌથી વધુ 6 ગોલ કર્યા
આ ટુર્નામેન્ટમાં જલય ભટ્ટે કુલ સર્વાધિક 6 ગોલ કર્યા હતા. આ ઉપરાંત ટીમના કેપ્ટન કબિર વાધેલાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે ટીમના કોચ વિષ્ણુકુમાર સી ચૌહાણના કુશળ અને કાર્યક્ષમ માર્ગદર્શન- તાલીમ હેઠળ અમદાવાદ જિલ્લાની મજબૂત મનાતી ફૂટબોલની ટીમોને હરાવીને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બનવાનુ ગૌરવ હાંસલ કર્યું છે.
સેન્ટ ઝેવિયર્સ પ્રાઈમરી સ્કૂલની ટીમના સભ્યોની યાદી
કબિર વાઘેલા (કેપ્ટન), જલય ભટ્ટ, અર્થ ભટ્ટ, તત્વ દિવ્યેશ્વર, એરોન સુજીત, વિનીત પટેલ, માનવદીપ સિંહ જાદવ, વીર કાપડિયા, શૌર્ય કાપડીયા, એરોન રોપશન, એરિક વસાવા,વીર રાઠોડ, રાજવીર સિંહ સિસોદિયા, અર્ણવ સોલંકી, નવ્ય પટેલ, શાશ્વત ડાભી.