ડોપિંગમાં ફસાયો આ ખેલાડી, ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવા પર લાગ્યો પ્રતિબંધ

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
ડોપિંગમાં ફસાયો આ ખેલાડી, ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવા પર લાગ્યો પ્રતિબંધ 1 - image


Niroshan Dickwella Caught In Doping: શ્રીલંકન ક્રિકેટથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડોપ ટેસ્ટમાં નાપાસ થવાના કારણે શ્રીલંકન ક્રિકેટર નિરોશન ડિકવેલા પર ક્રિકેટના તમામ ફોર્મેટમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં સમાપ્ત થયેલ લંકા પ્રીમિયર લીગ (LPL) દરમિયાન કથિત ડોપિંગ વિરોધી ઉલ્લંઘનને કારણે ડિકવેલા પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કે આ પ્રતિબંધ કેટલો સમય ચાલશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

શ્રીલંકા ક્રિકેટના સૂત્રો અનુસાર જ્યાં સુધી તપાસ ચાલુ રહે ત્યાં સુધી ડિકવેલાને અનિશ્ચિત સમય માટે પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. ટૂંક સમયમાં આ અંગેની બોર્ડ તરફથી સત્તાવાર જાહેરાત થઇ શકે છે. ડિકવેલા એલપીએલ 2024માં ગાલે માર્વેલ્સ ટીમનો કેપ્ટન હતો. ઓપનર તરીકે તેણે 10 ઇનિંગ્સમાં 153.33ના સ્ટ્રાઇક રેટથી 184 રન બનાવ્યા હતા. તેની ટીમ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ જાફના કિંગ્સ સામે ખરાબ રીતે હારી ગઈ હતી. ડિકવેલા ફાઈનલ મેચમાં 8 બોલમાં માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. 

આ પણ વાંચો: આ પણ વાંચો: VIDEO: બે ઓવરમાં 61 રન! આ ખેલાડી તો સિકંદર નીકળ્યો! હારેલી મેચ જીતી ગઈ ક્રિકેટ ટીમ

નિરોશન ડિકવેલાનો વિવાદો સાથેનો જુનો ઈતિહાસ સંકળાયેલો છે. વર્ષ 2021 ઇંગ્લેન્ડમાં બાયો-બબલ ઉલ્લંઘનને કારણે તેના પર દાનુષ્કા ગુણથિલાકા અને કુસલ મેન્ડિસ સાથે એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે લાંબા સમયથી શ્રીલંકન ટીમથી દુર છે. ડિકવેલાએ પોતાની છેલ્લી ટેસ્ટ માર્ચ 2023માં ન્યુઝીલેન્ડ સામે અને તેની છેલ્લી વનડે મેચ જૂન 2022માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તેણે T20I રમ્યાનો પણ ઘણો સમય વીતી ગયો છે. 21 જૂન 2021ના રોજ તેણે પોતાની છેલ્લી T20I મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી.

પોતાની કારકિર્દી દરમિયાન નિરોશન ડિકવેલાએ શ્રીલંકા માટે 54 ટેસ્ટ અને 55 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ટેસ્ટમાં તેણે 2757 રન અને વનડેમાં 1604 રન કર્યા હતા. તેણે વનડેમાં 2 સદી પણ ફટકારી છે. T20Iમાં તેણે 131.14ના સ્ટ્રાઈક રેટથી 480 રન બનાવ્યા હતા જેમાં માત્ર એક સદી સામેલ છે.


Google NewsGoogle News