Get The App

શ્રીલંકન બોલરે બંને હાથ વડે કરી બોલિંગ, ફેન્સ ચોંક્યા, ભારત પાસે પણ છે આવો 'અમૂલ્ય હીરો'

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
Kamindu Mendis


Bowler Who Bowls With Both Hands : ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી T20 ક્રિકેટ સીરિઝની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયા દ્વારા શાનદાર પ્રદર્શન કરવાની સાથે જીત હાસલ કરી છે. શ્રીલંકા સામે આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતની શાનદાર ઇનિંગ્સ રહી હતી. બીજી તરફ, રેયાન પરાગ, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે બોલિંગ કરી હતી. આ મેચમાં શ્રીલંકાને 43 રનથી હાર થઈ હતી. શ્રીલંકાની હાર થઈ છતાં ટીમનો એક ખેલાડી સોશિયલ મીડિયા છવાયો છે. ભારત સામે શ્રીલંકના આ ખેલાડીએ બંને હાથે બોલિંગ કરતા લોકો ચોંકી ગયા છે.

બંને હાથે બોલિંગ કરનાર કોણ છે શ્રીલંકાનો બોલર

ભારત અને શ્રીલંકાની મેચમાં બંને હાથથી બોલિંગ કરનાર શ્રીલંકના સ્પિનર બોલર કામિન્દુ મેન્ડિસ છે. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની જબરદસ્ત શરૂઆત બાદ સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતે ઝડપી ગતિએ રન બનાવ્યાં હતા. આ દરમિયાન શ્રીલંકાની 10મી ઓવરમાં કામિન્દુ મેન્ડિસે બંને હાથે બોલિંગ કરી હતી. જેમાં સૂર્યકુમાર યાદવ સામે ડાબા હાથે અને રીષભ પંત સામે જમણા હાથે બોલિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. બંને હાથે બોલિંગ કરતાં કામિન્દુ મેન્ડિસે એક ઓવરમાં કુલ 9 રન આપ્યા હતા.

ક્રિકેટ જગતમાં બંને હાથે બોલિંગ કરતા ચાર ખેલાડી

ક્રિકેટમાં અત્યાર સુધીમાં 3 ખેલાડીઓ બંને હાથે બોલિંગ કરી ચૂક્યા છે. જેમાં પહેલું નામ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ગ્રેહામ ગૂચનું આવે છે. ગ્રેહામ ગૂચ જમણા હાથથી બોલિંગ કરવાની સાથે ક્યારેક ડાબા હાથથી પણ ઓવર ફેંકે છે. બંને હાથે બોલિંગ કરનાર બીજા સ્થાને પાકિસ્તાની ખેલાડી હનીફ મોહમ્મદ છે. જેમાં ત્રીજા નંબર પર શ્રીલંકાના હસન તિલકરત્ને છે. આ યાદીમાં શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસનું ચોથું નામ જોડાઈ ગયું છે. તેવામાં કામિન્દુએ ભારત સામેની મેચમાં બંને હાથે બોલિંગ કરીને સૌને ચોંકાવી દીધા છે.

ભારત દેશ પાસે પણ છે બંને હાથે બોલિંગ કરતો ખેલાડી

બીજી તરફ, ભારત પાસે પણ બંને હાથે બોલિંગ કરતો બોલર છે. પરંતુ આ ખેલાડી અત્યારે અંડર-16 મેચમાં રમી રહ્યો છે. જેમનું નામ છે સોહમ પટવર્ધન. મધ્ય પ્રદેશ તરફથી જુનિયર ક્રિકેટ રમી રહેલો સોહમ બેટિંગ કરવાના સાથે બંને હાથે બોલિંગ કરે છે. સોહમની બંને હાથે બોલિંગ કરવાની આવડતની બીસીસીઆઈ પણ નોંધ લીધી છે.

શ્રીલંકન બોલરે બંને હાથ વડે કરી બોલિંગ, ફેન્સ ચોંક્યા, ભારત પાસે પણ છે આવો 'અમૂલ્ય હીરો' 2 - image


Google NewsGoogle News