Get The App

શ્રીલંકાએ 12 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં જીતી વનડે સીરિઝ, ઈજાગ્રસ્ત કુસલ મેંડિસ બન્યો હીરો

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
શ્રીલંકાએ 12 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં જીતી વનડે સીરિઝ, ઈજાગ્રસ્ત કુસલ મેંડિસ બન્યો હીરો 1 - image
Representative Image

SL Vs NZ, ODI Series : શ્રીલંકાએ બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડને ત્રણ વિકેટથી હરાવી દીધું હતું. યજમાન ન્યૂઝીલેન્ડ ટીમને જીતવા માટે 210 રનનું લક્ષ્ય મળ્યું હતું. તેનો પીછો કરતા શ્રીલંક ટીમની 163ના સ્કોર પર સાત વિકેટ પડી ગઈ હતી. અને મેન્ડિસ(74) ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. ત્યારબાદ તિક્ષણાએ 27 રન બનાવ્યા હતા. અને એક ઓવર પહેલા શ્રીલંકાને જીત અપાવી હતી. વર્ષ 2012 પછી ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાએ આ પહેલી વનડે સીરિઝ જીતી છે. આ સાથે જ શ્રીલંકન ટીમે આ વર્ષે પાંચમી વનડે સીરિઝ જીતી હતી. તેમણે 2014 બાદ પહેલી વખત આ કારનામું કર્યું છે. મેન્ડિસે 102 બોલનો સામનો કર્યો અને છ ચોગ્ગા સાથે 74 રનની અણનમ ઇનિંગ રમી હતી.  

વરસાદના કારણે મેચ 47ની રમાઈ 

વરસાદ પડવાના કારણે મેચ 47-47 ઓવરની થઇ હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમના માર્ક ચેપમેને 76 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેણે 81 બોલનો સામનો કરી સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય વિકેટકીપર અને બેટર મિચેલ હેએ 49 રનનું યોગદાન આપ્યું હતું. બાકીના બેટરો સ્પિનરો સામે લાંબો સમય ટકી શક્યા ન હતા. વિલ યંગ (26), ટિમ રોબિન્સન (4) અને હેનરી નિકલ્સ (8) સસ્તામાં આઉટ થઇ ગયો હતો. ગ્લેન ફિલિપ્સ પણ 15 રન બનાવી શક્યો હતો.

ન્યૂઝીલેન્ડ ટીમના નીચલા ક્રમના બેટરોનો ધબડકો

આ પછી ચેપમેને શાનદાર રમત રમી અને ટીમને ચાર વિકેટે 173 રન સુધી પહોંચાડી હતી. અહીંથી શ્રીલંકાની ટીમે વાપસી કરી ન્યૂઝીલેન્ડની છેલ્લી છ વિકેટ 36 રનમાં પાડી દીધી હતી. નીચલા ક્રમનો એક પણ બેટર ડબલ ફિગરને સ્પર્શી શક્યો ન હતો. શ્રીલંકા માટે તિક્ષણાએ 31 અને જેફ્રી વાન્ડરેસે 46 રન આપીને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાની ખરાબ શરૂઆત

લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકન ટીમના અવિષ્કા ફર્નાન્ડો 5 રન કરીનેપાંચમી ઓવરમાં પેવેલિયન પાછો ફર્યો હતો. ત્યારબાદ પાથુમ નિસાંકા સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. પરંતુ તે પણ ચાર ચોગ્ગાની મદદથી 28 રન બનાવીને આઉટ તહી ગયો હતો. પછી કામિન્દુ મેન્ડિસ ખાતું ખોલાવી શક્યો ન હતો અને બ્રેસવેલના બોલ પર આઉટ થયો હતો. કેપ્ટન ચરિથ અસલંકા 13 રન અને સાદિરા સમરવિક્રમા 8 રન કરી કંઈ ખાસ કરી શક્યા ન હતા. અને સ્પિનરોના બોલ પર આઉટ થયા હતા.

આ પણ વાંચો : IPL 2025માં વિરાટ કોહલી જ બનશે કેપ્ટન? મેગા ઓક્શનમાં આ 5 ખેલાડીઓ પર હશે RCBની નજર

મેન્ડિસ અને તિક્ષણાએ ટીમને અપાવી જીત

મેન્ડિસે અને જનિત લિયાનાગે સાથે મળી 39 રનની ભાગીદારી કરી હતી. અને ટીમનો સ્કોર 100થી આગળ લઈ ગયા હતા. ત્યારબાદ દુનિથ વેલ્લાલાગે 18 રન કરીને સાતમી વિકેટ માટે 31 રનની ભાગીદારી કરી હતી. જ્યારે તે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 163 રન હતો. આ પછી મેન્ડિસ અને તિક્ષણાએ સાથે મળી ટીમનો સ્કોર આગળ વધારીને ટીમને વિજેતા બનાવી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી બ્રેસવેલ સૌથી સફળ બોલર રહ્યો હતો. જેણે 36 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાએ 12 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં જીતી વનડે સીરિઝ, ઈજાગ્રસ્ત કુસલ મેંડિસ બન્યો હીરો 2 - image


Google NewsGoogle News