World Cup 2023 : શ્રીલંકાની 8 વિકેટે જીત, ઈંગ્લેન્ડ સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર, પાકિસ્તાનની મુશ્કેલી પણ વધી

શ્રીલંકાની ટીમ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે પહોંચી

શ્રીલંકા તરફથી નિસાન્કા-સમરવિક્રમાની શાનદાર ઈનિંગ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : શ્રીલંકાની 8 વિકેટે જીત, ઈંગ્લેન્ડ સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર, પાકિસ્તાનની મુશ્કેલી પણ વધી 1 - image


Sri Lanka vs England World Cup 2023 : ગઈકાલે વર્લ્ડ કપ 2023ની 25મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન (Defending champions) ઈંગ્લેન્ડને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડની આ વર્લ્ડ કપની પાંચ મેચમાં આ ચોથી હાર છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (Chinnaswamy Stadium in Bangalore)માં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ (won the toss and elected to bat) કરીને 156 રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકાએ બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.

શ્રીલંકાની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે પહોંચી

શ્રીલંકાની ટીમે ઈંગ્લેન્ડને હરાવતા (Sri Lankan beat England) પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. આ હાર સાથે ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપના ખિતાબ જીતવાની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આ હાર સાથે ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને સરકી ગયું છે. આ ઉપરાંત શ્રીલંકાની ટીમે પાકિસ્તાનની મુશ્કેલીઓ પણ વધારી દીધી છે. શ્રીલંકાએ પ્રથમ ત્રણ મેચ હાર્યા બાદ સતત બીજી જીત મેળવી હતી. આ સિવાય શ્રીલંકાની ટીમ -0.205ની રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગયું છે. પાકિસ્તાનની ટીમની ખરાબ રનરેટ (poor run rate) હોવાથી તે છઠ્ઠા ક્રમે ઘકેલાઈ ગયું હતું.

ઈંગ્લેન્ડનો 8 વિકેટે પરાજય થયો

ગઈકાલે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતની પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 156 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી લહિરુ કુમારે 3 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે આપેલા 157 રનના ટાર્ગેટનો પીછો કરતા શ્રીલંકાએ બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. શ્રીલંકા તરફથી નિસાન્કા (Nissanka)એ અણનમ 77 રન અને સદિરા સમરવિક્રમા (Sadira Samarawickrama)એ અણનમ 65 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના ડેવિડ વિલીને બે વિકેટ મળી હતી.

પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં કોઈ ફેરફાર નથી

ઈંગ્લેન્ડ શ્રીલંકાની મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ટોપ-4ની વાત કરીએ તો તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. ભારતની ટીમ (Team India) 10 પોઈન્ટ સાથે નંબર વન પર યથાવત છે અને ત્યારબાદ સાઉથ આફ્રિકા 8 પોઈન્ટ સાથે બીજા ક્રમે અને ન્યુઝીલેન્ડ 8 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. આફ્રિકા અને ન્યુઝીલેન્ડના નેટ રન રેટના તફાવતને કારણે બંનેના પોઈન્ટ ટેબલની સ્થિતિમાં તફાવત છે. આ પછી ઓસ્ટ્રેલિયા 6 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

World Cup 2023 : શ્રીલંકાની 8 વિકેટે જીત, ઈંગ્લેન્ડ સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર, પાકિસ્તાનની મુશ્કેલી પણ વધી 2 - image


Google NewsGoogle News