બોલર છે કે જાદુગર? અફઘાનિસ્તાનના 8 બેટર માત્ર 25 રનમાં આઉટ, બોલિંગ જોઈ લોકોએ કર્યા વખાણ

શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરીને 308 રન બનાવ્યા હતા

અફઘાનિસ્તાનની આખી ટીમ 153 રનમાં સમેટાઈ ગઈ હતી

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
બોલર છે કે જાદુગર? અફઘાનિસ્તાનના 8 બેટર માત્ર 25 રનમાં આઉટ, બોલિંગ જોઈ લોકોએ કર્યા વખાણ 1 - image
Image:Twitter

Wanindu Hasaranga Magical Bowling, SL vs AFG : શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની ODI સીરિઝની બીજી મેચમાં શ્રીલંકાની ટીમે જીત મેળવી હતી. પલ્લેકેલેમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરીને 308 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની આખી ટીમ 153 રનમાં સમેટાઈ ગઈ હતી. જો કે જ્યારે અફઘાનિસ્તાનની ટીમ રન ચેઝ કરવા માટે આવી ત્યારે તેની સ્થિતિ ઘણી મજબૂત દેખાઈ રહી હતી. પરંતુ ત્યારબાદ શ્રીલંકાના સ્ટાર સ્પિનર ​​વાનિન્દુ હસરંગાએ પોતાની જાદુઈ બોલિંગથી બાજી પલટી દીધી હતી. માત્ર 25 રનની અંદર અફઘાનિસ્તાનના 9 બેટર્સ પેવેલિયન ભેગા થઇ ગયા હતા.

ઇબ્રાહિમ ઝાદરાન અને રહમત શાહે ટીમની મળીને સ્કોર 100 રન પાર પહોંચાડ્યો

અફઘાનિસ્તાનની ટીમને ટાર્ગેટનો પીછો કરતા પહેલો ઝાટકો 31 રનના સ્કોર પર રહેમાનુલ્લાહ ગુરબાઝ (8 રન)ના રૂપમાં લાગ્યો હતો. જો કે આ પછી ઇબ્રાહિમ ઝાદરાન અને રહમત શાહે ટીમની કમાન સંભાળી અને સ્કોર 100 રનના પાર પહોંચવી દીધો હતો. બંને ખેલાડીઓને બેટિંગ કરતા જોઈ લાગી રહ્યું હતું કે અફઘાનિસ્તાન આ મેચ આસાનીથી જીતી જશે. પરંતુ ત્યારબાદ શ્રીલંકાનો સ્ટાર સ્પિનર ​​વાનિન્દુ હસરંગા બોલિંગ કરવા આવ્યો હતો.

અસિથા ફર્નાન્ડોએ ઈબ્રાહિમ ઝાદરાનને કર્યો આઉટ

હસરગા પહેલા અસિથા ફર્નાન્ડોએ 128 રનના સ્કોર પર ઈબ્રાહિમ ઝાદરાન (54 રન)ને આઉટ કર્યો હતો. આ પછી હસરંગાએ પોતાની જાદુઈ બોલિંગ શરુ કરી અને સેટ દેખાઈ રહેલા રહમત શાહ (63 રન)ને પેવેલિયન પરત કર્યો હતો. ત્યારબાદ હસરંગાએ અફઘાનિસ્તાનના કેપ્ટન હસમતુલ્લાહ શાહિદી (9 રન), મોહમ્મદ નબી (1 રન) અને ગુલબદિન નાયબ (0 રન)ને પણ આઉટ કર્યો હતો.

હસરંગાએ 27 રન આપીને 4 વિકેટ ઝડપી

હસરંગાની બોલિંગ જોઈ શ્રીલંકાના અન્ય બોલરો પણ એક્શન મોડમાં આવી ગયા હતા. આ પછી તેઓએ પણ એક પછી એક અફઘાનિસ્તાનના બેટર્સને પેવેલિયન પરત કરવાનું શરૂ કર્યું હતું. શ્રીલંકન ટીમની આ શાનદાર બોલિંગના કારણે અફઘાનિસ્તાનના છેલ્લા 9 બેટ્સમેન માત્ર 25 રન જ બનાવી શક્યા હતા. આ મેચમાં હસરંગાએ શાનદાર બોલિંગ કરી અને 6.5 ઓવરના સ્પેલમાં 27 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

બોલર છે કે જાદુગર? અફઘાનિસ્તાનના 8 બેટર માત્ર 25 રનમાં આઉટ, બોલિંગ જોઈ લોકોએ કર્યા વખાણ 2 - image


Google NewsGoogle News