Get The App

ભારત સામે શરમજનક હાર બાદ સરકારે આખું શ્રીલંકા ક્રિકેટ બોર્ડ બરખાસ્ત કર્યુ, જુઓ કોને બનાવ્યા નવા ચેરમેન

ભારતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું હતું

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
ભારત સામે શરમજનક હાર બાદ સરકારે આખું શ્રીલંકા ક્રિકેટ બોર્ડ બરખાસ્ત કર્યુ, જુઓ કોને બનાવ્યા નવા ચેરમેન 1 - image
Image:IANS

World Cup 2023 : ભારત સામે ODI World Cup 2023માં 302 રનના અંતરથી મળેલી કારમી હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં હોબાળો મચી ગયો હતો. મળેલા અહેવાલો મુજબ વાત એટલા હદે વધી ગઈ હતી કે સરકારે આજે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ(Sri Lanka Cricket Board Dismissed)ને બરખાસ્ત કરી દીધો છે. ભારત સામેની હાર બાદ રણસિંઘે શમ્મી સિલ્વાના નેતૃત્વવાળી SLCમાંથી રાજીનામું આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

બિલ્ડીંગની સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવી

ભારત સામે કારમી હાર બાદ સિલ્વા મેનેજમેન્ટના રાજીનામાની માંગ સાથે SLC બિલ્ડીંગ સામે અનેક પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. બિલ્ડીંગની સુરક્ષા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. ખેલ મંત્રી રોશન રણસિંઘે શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાના નેતૃત્વમાં એક સાત સભ્યોની સમિતિની નિમણુક કરી હતી. 

રણસિંઘે કરી સમિતિની નિમણુક

ખેલ મંત્રાલયની એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે આ સમિતિની નિમણુક રણસિંઘે દ્વારા 1973ના રમતના કાયદાઓની સંખ્યા 25ની શક્તિઓ હેઠળ કરવામાં આવી છે. આ સમિતિમાં ત્રણ રીટાયર્ડ જજો પણ છે. આ સમિતિમાં બે મહિલાઓ ઉપરાંત પૂર્વ SLC અધ્યક્ષ ઉપાલી ધર્મદાસા પણ આ સમિતિના સભ્ય છે. રણસિંઘે દ્વારા અધિકૃત રાષ્ટ્રીય ખેલ પરિષદના પ્રમુખ રણતુંગા સિલ્વા મેનેજમેન્ટ પર પ્રશ્ન ઉઠાવતા રહ્યા છે. સિલ્વાને મે મહિનામાં તેમના સતત ત્રીજા કાર્યકાળ માટે SLC મુખ્ય તરીકે પસંદ કરવામાં આવ્યો હતો જે વર્ષ 2025 સુધી ચાલવાનું હતું.


Google NewsGoogle News