Get The App

SRH vs RR Qualifier 2 : સનરાઈઝર્સ હૈદરાબાદ રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું

Updated: May 24th, 2024


Google NewsGoogle News
SRH vs RR Qualifier 2 : સનરાઈઝર્સ હૈદરાબાદ રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું 1 - image


SRH vs RR IPL 2024 Qualifier 2 : સનરાઇઝર્સ હૈદરાબાદે શાહબાઝ અહેમદની કેપ્ટનશીપમાં બોલરોના શાનદાર પ્રદર્શનના દમ પર રાજસ્થાન રોયલ્સને ક્વોલિફાયર-2માં હરાવીને IPL 2024 સીઝનની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. હૈદરાબાદની ટીમ આ પહેલા 2018ની સિઝનમાં ખિતાબી મેચમાં પહોંચી હતી જ્યાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદની ટીમ 2018 બાદ ક્યારેય ખિતાબી મેચમાં પ્રવેશી ન હતી અને હવે છ વર્ષ પછી તે ફાઈનલ રમશે. હૈદરાબાદ રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે ટકરાશે, જેણે ક્વોલિફાયર-1માં સનરાઇઝર્સને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હૈદરાબાદની ખરાબ શરૂઆત બાદ હેનરિક ક્લાસેને 34 બોલમાં 50 રનની અર્ધ સદી ફટકારી હતી. હૈદરાબાદે 20 ઓવરમાં નવ વિકેટે 175 રન બનાવ્યા હતા. જેના જવાબમાં, ધ્રુવ જુરેલે અડધી સદી ફટકારીને મેચ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ જરૂરી રન રેટ એટલો ઊંચો હતો કે જુરેલના પ્રયાસો પણ કામમાં આવી શક્યા નહીં. રાજસ્થાને 20 ઓવરમાં સાત વિકેટે 139 રન બનાવ્યા હતા. હૈદરાબાદ માટે પ્રભાવશાળી ખેલાડી તરીકે આવેલા સ્પિનર ​​શાહબાઝ અહેમદે શાનદાર બોલિંગ કરી હતી. શાહબાઝે ત્રણ વિકેટ ઝડપી હતી અને રાજસ્થાનનો ફિયાસ્કો થયો.

IPL પ્લેઓફમાં રાજસ્થાનની છઠ્ઠી હાર

IPL પ્લેઓફમાં 11 મેચમાં રાજસ્થાનની ટીમની આ છઠ્ઠી હાર છે. IPL પ્લેઓફમાં સૌથી વધુ મેચો ગુમાવનાર રાજસ્થાન છઠ્ઠી ટીમ છે. પ્લેઓફમાં સૌથી વધુ મેચ હારવાનો અનિચ્છનીય રેકોર્ડ RCBના નામે છે, જેણે 16 મેચમાં 10 મેચ હારી છે, જ્યારે બીજા સ્થાને CSKની ટીમ છે જેણે 26 પ્લેઓફ મેચોમાં નવ મેચ ગુમાવી છે. બીજી તરફ હૈદરાબાદની ટીમ ત્રીજી વખત IPLની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. હૈદરાબાદની ટીમ પ્રથમ વખત 2016માં ટાઈટલ મેચમાં પહોંચી હતી, તે સમયે ટીમે ખિતાબ પોતાના નામ કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો લીધો હતો નિર્ણય

રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન સંજૂ સેમસને ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલા બેટિંગ કરશે. હૈદરાબાદની ટીમમાં એડન માર્કરમ અને જયદેવ ઉનડકટની વાપસી થઈ છે. જ્યારે રાજસ્થાનની ટીમમાં કોઈ ફેરફાર નથી કરાયો.


રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની પ્લેઈંગ ઈલેવન : ટોમ કોહલર-કેડમોર, યશસ્વી જાયસવાલ, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલ.

સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની પ્લેઈંગ ઈલેવન : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એઈડન મકરમ, રાહુલ ત્રિપાઠી, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, પેટ કમિન્સ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન અને જયદેવ ઉનડકટ.



Google NewsGoogle News