IPL 2024 : પંજાબ અને સનરાઈઝર્સ ત્રીજી જીત મેળવવા ઉતરશે મેદાનમાં, ચંડીગઢમાં થશે ટક્કર

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
IPL 2024 : પંજાબ અને સનરાઈઝર્સ ત્રીજી જીત મેળવવા ઉતરશે મેદાનમાં, ચંડીગઢમાં થશે ટક્કર 1 - image


PBKS vs SRH : IPL 2024ની 23મી મેચમાં આજે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર જોવા મળશે. બંને વચ્ચેની આ મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. આ મેચ બંને ટીમો માટે ખૂબ મહત્વની રહેશે. બંને ટીમો આજે આ સિઝનમાં તેમની ત્રીજી જીત મેળવવાની કોશિશ કરશે. અત્યાર સુધી હૈદરાબાદ અને પંજાબે 4-4 મેચ રમી છે, જેમાં બંનેએ 2-2 જીતી છે. જો કે હૈદરાબાદનો નેટ રન રેટ પંજાબ કરતા સારો છે.

બેટરોને વધુ મદદ મળી શકે આ પિચ પર

મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટિંગ અને બોલિંગ બંને માટે સંતુલિત લાગે છે. જો કે બેટર્સને આ પિચ વધુ મદદ મળે છે. અહીં સ્પિનરો કરતાં ફાસ્ટ બોલરો વધુ અસરકારક સાબિત થાય છે. IPLની પ્રથમ મેચ આ મેદાન પર પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 174 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરતા પંજાબે જીત નોંધાવી હતી. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે અહીં બેટિંગ થોડી સરળ છે.

હેડ ટુ હેડ રેકોર્ડ

IPLમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો પંજાબ સામે હૈદરાબાદનું પલડું ભારે છે. IPLમાં બંને ટીમો વચ્ચે કુલ 21 મેચ રમાઈ છે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 14 મેચમાં જીત નોંધાવી છે જ્યારે પંજાબ કિંગ્સે 7 મેચ જીતી હતી.

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11

પંજાબ કિંગ્સ

શિખર ધવન (C), જોની બેયરસ્ટો (wkt), પ્રભસિમરન સિંહ, સેમ કરન, જીતેશ શર્મા (wkt), શશાંક સિંહ, સિકંદર રઝા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ

સનરાઈઝર્સ હૈદરાબાદ

પેટ કમિન્સ (C), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, એડન માર્કરમ, શાહબાઝ અહેમદ, હેનરિક ક્લાસેન (wkt), નીતિશ કુમાર રેડ્ડી/વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ

IPL 2024 : પંજાબ અને સનરાઈઝર્સ ત્રીજી જીત મેળવવા ઉતરશે મેદાનમાં, ચંડીગઢમાં થશે ટક્કર 2 - image


Google NewsGoogle News