ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે ભારતીય ટીમનું એલાન, પ્રસિદ્ધ કૃષ્ણાની સરપ્રાઇઝ એન્ટ્રી, કુલદીપ-અક્ષર બહાર
Team India Squad For BGT: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમનું એલાન કરી દેવાયું છે. ભારતીય ટીમે આગામી મહિને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસે જવાનું છે, જ્યાં તેઓ યજમાન ટીમ વિરૂદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય સિલેક્ટર્સે 18 સભ્ય ટીમની પસંદગી કરી છે. સાથે જ ત્રણ ફાસ્ટ બોલરોએ રિઝર્વ તરીકે સિલેક્ટ કરી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે બેકઅપ ઓપનર તરીકે અભિમન્યુ ઈશ્વરનને જગ્યા મળી છે. ત્યારે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે. નીતીશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણા પણ પહેલીવાર ભારતની ટેસ્ટ ટીમનો ભાગ બન્યા છે. કુલદીપ યાદવ કમરમાં તકલીફ હોવાના કારણે ટીમનો ભાગ ન બની શક્યા. ઓલરાઉન્ડર અક્ષર પટેલને પણ ટીમમાં જગ્યા નથી મળી છે.
ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર.
સાઉથ આફ્રિકા માટે પણ ટીમનું એલાન
BCCIએ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે પણ ભારતીય ટીમનું એલાન કરી દીધું. ભારતની T20 ટીમ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ આગામી મહિને 4 મેચોની T20 સીરિઝ રમશે. સાઉથ આફ્રિકા પ્રવાસે ભારતીય ટીમ પોતાની પહેલી T20 મેચ 8 નવેમ્બરે ડરબનમાં રમશે. T20 સીરિઝ માટે મયંક યાદવ અને શિવમ દુબેને સામેલ નથી કરાયા. ત્યારે, રિયાન પરાગ પણ ઈજાને લઈને પસંદગી માટે ઉપલબ્ધ ન હતા.
સાઉથ આફ્રિકા સામેની 4 T20 મેચો માટે ભારતીય ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જિતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશાક, અવેશ ખાન અને યશ દયાલ.