VIDEO: ગજબનો કેચ ! દિલ્હીના ઓલરાઉન્ડર ખેલાડીએ ચીત્તાની જેમ ઉછળી કર્યો ખતરનાક કેચ
Fabian Allen Grabs Superhuman Catch : ક્રિકેટની દુનિયામાં ભાગ્યે જ જોવા મળતી ઘટના અબૂધાબીના સ્ટેડિયમમાં જોવા મળી છે. અહીં દિલ્હીના ઓલરાઉન્ડર ખેલાડી ફૈબિયન એલને ચીત્તાની જેમ કૂદી કેચ કર્યો હોવાની વીડિયો સામે આવ્યો છે. અબૂધાબીના વિસ્ફોટ બેટ્સમેનને હવામાં ઉછાળેલા બોલને એલને પળવારમાં હવામાં જ લપકી લીધો છે, જેનો વીડિયો જોઈ સૌકોઈ આશ્ચર્યમાં મુકાયા છે.
10 ઓવરની મેચમાં દિલ્હીએ અબૂધાબીને 42 રને હરાવ્યું
દિલ્હી બુલ્સ અને અબૂધાબી વચ્ચે ‘અબૂધાબી ટી10 લીગ’નો બીજો એલિમિનેટર મુકાબલામાં અબૂધાબીમાં રમાયો હતો, જેમાં દિલ્હીની ટીમે વિરોધી ટીમને 42 રનથી માત આપી વિજય મેળવ્યો છે. આ મેચમાં દિલ્હીના ઓલરાઉન્ડર ખેલાડી ફૈબિયન એલને ખતરનાક કેચ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર થયો છે, જેને જોઈ ક્રિકેટ રસીયાઓ એલનની વાહવાહી કરી રહ્યા છે.
એલનનો ખતરનાક કેચ કરતો વીડિયો વાયરલ
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, દિલ્હી બુલ્સ તરફથી રમી રહેલો અફગાનનો ઝડપી બોલર ફજલહક ફારૂકી બોલિંગ કરી રહ્યો છે, તો સામે પક્ષે લ્યૂસ ડુ પ્લૉય બેટિંગ કરતા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પ્લૉયે વિસ્ફોટ બેટિંગ કરી હવામાં બોલ ફંગોળ્યો હતો, તો ફિલ્ડિંગ કરી રહેલા એલને પણ પ્લૉયે ફટકારેલા બોલને હવામાં જ લાંબી છલાંગ લગાવી ખતરનાક કેચ કર્યો હતો.
આ પણ વાંચો : કોહલી અને પંતે લીધેલો નિર્ણય ક્યાંક એડિલેડમાં ટીમ ઈન્ડિયાને ભારે ન પડી જાય!
બેન્ટોને 26 બોલમાં 73 રન ફટકાર્યા
દિલ્હી અને અબૂધાબી વચ્ચે 10 ઓવરની મેચ રમાઈ હતી, જેમાં દિલ્હીએ ત્રણ વિકેટે 158 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં અબૂધાબીની ટીમ 10 ઓવરમાં સાત વિકેટે માત્ર 116 રન બનાવી શકી હતી. દિલ્હી તરફથી ટોમ બેન્ટોને 26 બોલમાં એક ફોર અને નવ સિક્સ સાથે 73 રન, જેમ્સ વિન્સે 20 બોલમાં પાંચ ફોર અને એક સિક્સ સાથે 37 રન, રોવમન પોવેલે 6 બોલમાં એક ફોર અને બે સિક્સ સાથે અણનમ 20 રન, શાબાદ ખાને 7 બોલમાં એક ફોર અને એક સિક્સ સાથે 16 રન જ્યારે ટીમ ડેવિડે એક બોલમાં અણનમ એક રન નોંધાવ્યા હતા.
ફારૂકીએ ત્રણ વિકેટ ઝડપી
દિલ્હી તરફથી ફજલહક ફારૂકીએ ત્રણ વિકેટ, જ્યારે શાહિદ ભુટ્ટા અને સલમાન ઈર્શાદે બે-બે વિકેટ ઝડપી હતી. અબૂધાબીની ટીમ તરફથી લ્યૂસ ડુ પ્લૉયે 12 બોલમાં 32 રન, કાયલ મેયર્સે 19 બોલમાં 22 રન, જોની બેરસ્ટોએ 12 બોલમાં 20 રન, આસિફ ખાને 6 બોલમાં 18 રન નોંધાવ્યા હતા. ટીમ તરફથી એએમ ગઝનફર અને નૂર અહમદ એક-એક વિકેટ ઝડપી હતી.